________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડેગ, કમળ અને રક્તપિત્ત
પપ૭
લક્ષણો સંપૂર્ણ દેખાતા ન હોય તથાપિ નીચલા હોઠની ચામડી પીળી હેય તે જરૂર જાણવું કે કમળો થયે છે અથવા થશે.
પાંડુરોગના ઉપાયમાં અમે તેના બે ભાગ પાડીએ છીએ. જે પાંડુરોગ માટી ખાવાથી થયેલ હોય તેને મંડૂરભસ્મ તલા આઠ, એળિયે તલા આઠ, સૂંઠ તેલા આઠ અને સિંધવખાર તેલા આઠ લઈ કુંવારના રસમાં ત્રણ પુટ આપવા. પછી તેની ગોળી બે આનીભાર વજનની વાળી દિવસમાં એકેક ગોળી ત્રણ વાર પાણી સાથે અથવા ગોમૂત્ર સાથે આપવાથી, માટી ખાવાથી થયેલ પાંડુરોગ મટે છે. બીજી જાતના પાંડુરોગ, જે આહારવિહારથી થાય છે, તેમાં આગળ લખેલા વીશાળાક્ષાર, અને કાળીજીરીને ક્ષાર ઘણું સરસ કામ બજાવે છે. પણ પાંડુરોગ, સજા અને કુંભકામળાના રેગીને વગર ફુલાવેલી ફટકડી તલા ૧૬ અને બાવળને કોયલ તેલ ૧ વાટી વસ્ત્રગાળ કરી રાખી મૂકવાં. તેમાંથી બે આનીભારનું એક પડીકું પાશેર ગેમૂવ એકવીસ વાર ગાળીને તેમાં પડીકું નાખવું. એટલે ગેસૂત્રમાં ઊભરે ચડશે. તે ઊભરે ભાંગતાં સુધી તેને હલાવવું. એવી રીતે દિવસમાં ત્રણ વાર પાવાથી એકવીસ" દિવસે અથવા કંઈક વધારે દિવસે પાંડુરોગ મટી જાય છે. એ ઉપચારો કરતાં પણ રોગીને કંટાળે ન આવે એમ કરવું હોય, તે પંચામૃત પર્પટી દિવસમાં ત્રણ વાર મધ સાથે આપવાથી અથવા સ્વ૮૫ ચંદ્રોદય એ કેક વાલ દિવસમાં ત્રણ વાર મધમાં આપવાથી કઈ પણ જાતની વિકિયા સિવાય પાંડુરંગ ઉપદ્રવ સહિત હોય તેને પણ મટાડે છે. વ૫ ચંદ્રોદ્યની વિધિ ક્ષયના પ્રકરણમાં લખીશું. અમે પાંડુરોગીને ઘી તથા ગળપણ ખાવા દેતા નથી, પણ તેલ, મરચું, હિંગ તથા ખટાશ સાથે પચે એટલું અન્ન આપીએ છીએ. તેમ ઘણા રેગીને પંચામૃત પર્પટી અથવા સ્વપ ચંદ્રોદયથી સારા કરીએ છીએ. જે રેગીને કમળો થયો હોય તે કુલાવેલી ફટકડી
For Private and Personal Use Only