________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગ
પડી
વાંસકપૂર, તમાલપત્ર, તજ અને પીપર એ એકેક તેલ તથા કાળી દ્રાક્ષ, સાકર, છોલેલી ખારેક અને જેઠીમધ એ દરેક બબ્બે તેલા લઈ ખાંડી વસ્ત્રગાળ કરી મધમાં ચણીબોર જેવડી ગોળી કરી, સવારસાંજ અકેક ગોળી ખાવાથી ગમે તે ઠેકાણેથી પડતું લેહી, ક્ષય, ઉધરસ, દમ, અંડવૃદ્ધિ, અંતરવિદ્રધિ (મર્મસ્થાનને સજે) સંગ્રહણી અને વાતરક્ત ઉપર ફાયદો કરે છે, અનુભવસિદ્ધ છે. ૧૩–ઘ પુત્તમ બહેચરભાઈ યાજ્ઞિક-કાલેલ
રક્તપિત્ત માટે સુખડ, જેઠીમધ, રતાંજણી અડધા અથવા પાવલીભાર દરેક ચીજને ગાયના અધેળ દૂધમાં ઘસી, આખા દિવસમાં બે અથવા ત્રણ વખત દરદીને પાવાથી રક્તપિત્તમાં (લેહીની ઊલટી) અવશ્ય ફાયદે કરે છે.
१०-क्षयरोग
જે માણસ અપાનવાયુ, મૂત્ર તથા મળના વેગને રોકે છે, અત્યંત સ્ત્રીસંગ કરે છે, અત્યંત ઉપવાસ કરે છે, પોતાના કરતાં વધારે બળવાન માણસથી કુસ્તી લડે છે, વખત બે વખત થોડુંઘણું ખાય છે; અત્યંત ઈર્ષો, સુસ્તી તથા ગ્લાનિમય રહે છે, આથી ત્રણે દોષ વિકારયુક્ત થઈ ક્ષયરોગ ઉત્પન્ન કરે છે. પોતાનાં આળસ તથા બેદરકારીથી જે મળમૂત્રાદિ વેગને રોકે છે, તેને વાયુ વિકાયુક્ત થઈ જઠરાગ્નિને બગાડી, જઠરાગ્નિમાં રહેલા કલેદન કફ અને પાચકપિત્તને વિકારયુકત કરી, શરીરને પિષણતત્વ પહોંચાડી શકતા નથી. એટલે પિત્તના સ્થાનમાં પિત્ત અને કફના સ્થાનમાં કફને હીનાગ થવાથી, વાયુનાં સ્થાનમાં અતિગ થાય છે. જેથી જે વાયુની ઑફિસમાં કફ અને પિત્તના જે દશ કારકુન કામ કરી રહેલા છે, તેનું વાયુ શેષણ કરે છે. આથી રસધાતુ પ્રથમ સુકાય
For Private and Personal Use Only