________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
--
-
-
-
છે તેથી આ રોગને શોષરોગ પણ કહે છે. તે વાયુ અનુક્રમે બીજા સ્થાનમાં રહેલી ધાતુઓનું શોષણ કરે છે, એટલે શરીર સુકાઈ જાય છે તેથી તેને ક્ષય કહે છે. માત્ર ધાતુક્ષય થવાથી ક્ષયરેગ ઉત્પન્ન થાય છે એમ નથી, પણ શરીરમાં રહેલી સાત ધાતુએની વહેવાની ગતિમાં અટકાવ થવાથી પણ તે ક્ષય મનુષ્યને લાગુ પડે છે. ક્ષયરોગ ગમે એટલા પ્રકારને અથવા ગમે એટલી જાતને હેય, તથાપિ તેના અનુલેમ અને પ્રતિમ એવા બે ભાગ પાડી શકાય છે. જેમાં કફને અતિગ થયે છે એટલે વાયુ તથા પિત્તના હીનાગથી રસને વહેનારી ધમનિઓ બંધ થાય છે. આ રીતે રસને માર્ગ બંધ થવાથી તે રસ હૃદયમાં રહી અવલંબન કફને અતિયાગ કરે છે, અથવા રસનકફમાં મળી મુખ વાટે બહાર નીકળી પડે છે. અર્થાત્ રસ સુકાયા પછી વાયુ લેહીને, માંસને, મેદને, અસ્થિ, મજજાને અને વીર્યને સૂકવી નાખે છે, તે ક્ષયને અનુલોમ ક્ષય કહે છે. જે માણસનું અત્યંત મૈથુન કરવાથી વીય ક્ષીણ થાય છે. તેની પાસે રહેલ વાયુ બીજી ધાતુઓને પણ શોષીને ક્ષીણ કરે છે. અર્થાત્ વયે ક્ષીણ થતાં મજજા ક્ષીણ થાય છે, મજજા ક્ષીણ થતાં અસ્થિ ક્ષીણ થાય છે, અસ્થિ પછી મેદ, મેદ પછી માંસ, માંસ પછી રક્ત અને રક્ત પછી રસધાતુનું વાયુ શેષણ કરે છે. એટલે તે પુરુષ ક્ષીણ થતાં, સુકાઈને હાડપિંજર જેવો બની જાય છે. કોઈ શંકા કરે કે, વિર્ય બાકીની છ ધાતુમાં થી ઉત્પન્ન થાય છે ત્યારે છ ધાતુ કાયમ છતાં, વીર્ય ઘટવાથી બીજી. ધાતુ શી રીતે ઘટી જાય? એના સમાધાનમાં કહેવાનું કે, વીર્ય સુકાવાથી તેની પાસે રહેલે વાયુ બીજી ધાતુનું શોષણ કરે છે અને તે પ્રમાણે છેક રસધાતુ સુધી પહોંચી જાય છે. એટલા માટે વીર્ય ક્ષીણ થયા પછી બીજી ધાતુ પણ ક્ષીણ થાય છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે, કફનો અતિગ થવાથી ધમનિઓનાં દ્વાર બંધ થઈ જાય
For Private and Personal Use Only