________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ.
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાળા ભમરી વો બુદ્ધિ
વહી જે
કમળામાં દાહ થાય છે, અન્ન ભાવતું નથી, શેષ પડે છે, પેટ ચડે છે, આંખો મીંચાયેલી રહે છે, બેભાન થાય છે અને જે વાત કરી તે ભૂલી જાય છે, એવા કમળાના રોગી મરણ પામે છે. જેને કુંભકમળો થયો હોય તેને ઊલટી થાય છે, અન્ન ભાવતું નથી, રેગી અસ્વસ્થ બની તરફડે છે, તાવ આવે છે, શ્રમ વિના થાક લાગે છે, શ્વાસ તથા ઉધરસ હોય છે અને અતિસાર થાય છે. એવાં લક્ષણે વાળા કુંભકમળાના રોગી મરણ પામે છે. એ પ્રમાણે સાધ્યાસાધ્યને વિચાર કરી વે બુદ્ધિપૂર્વક અને રોગીએ શ્રદ્ધાપૂર્વક ઉપચાર કરવા. કારણ કે શરીરમાંનું લેાહી જે જીવનતત્ત્વનો માટે આધાર છે, તેનો રંગ બદલાઈ પીળે વર્ણ થઈ જાય છે. આથી લેહી પછીની બીજી પાંચે ધાતુમાં હીન થાય છે તેથી એ રોગ થતાંજ કષ્ટસાધ્ય ગણાય છે. માટે લોહીને પીળો રંગ આપનારા દાહક પદાર્થો અને સફેદ રંગ આપનારા સ્નેહન પદાર્થોને ત્યજવા.
રક્તપિત્ત રેગડ-પાંડુરોગ અને રક્તપિત્ત એ બેઉની ઉત્પત્તિ એકજ સ્થાનમાંથી છે, જેથી આ નિબંધમાં તેને સમાવેશ કરવામાં આવે છે. તડકામાં ઘણું કરવાથી, થાક લાગે એવી મહેનત કરવાથી, અત્યંત શેક કરવાથી, લાંબા પ્રવાસ પગે ચાલી કરવાથી, સ્ત્રીસંગ ઘણે રાખવાથી, મરચાં વગેરે તીખા પદાર્થો ઘણા ખાવાથી, અગ્નિ સન્મુખ ઘણું બેસવાથી, જવ વગેરે ક્ષાર પદાર્થોથી અને લવણાદિ ખારા, ખાટા અને તીખા પદાર્થોને આહાર કરવાથી, કોઠામાં રહેલા પાચકપિત્તને અતિગ થવાથી, કલેદન કફ અને સાધકપિત્તને હીગ થાય છે. આથી અતિગ પામેલું પિત્ત ઉષ્ણ તાને પ્રાપ્ત થઈ તીવ્ર, પ્રવાહી ઈત્યાદિ ગુણેથી લેહીને તપાવી નાખે છે. એટલે રંજકપિત્ત અને પાચકપિત્ત રસધાતુમાં મળી જઈ, તેને લાલ રંગમાં ફેરવી નાખી, જે અવલંબન કફને હનગ થયેલ હોય તે ઊર્વ ભાગથી એટલે મુખ તથા નાક દ્વારા
For Private and Personal Use Only