________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
પ૨૩
મન ના કાકા રાજ ના
કર
- -
- - - -
- -
સર્વ ઔષધેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેને મુત્ર, ચિત્રકને કવાથ, કુંવારને રસ, પ્રત્યેકની ત્રણ ત્રણ ભાવના આપી વટાણું પ્રમાણે ગોળીઓ વાળી, દરેક ટંકે બે ગોળી દિવસમાં ત્રણ વખત આપવી. આથી યકૃત અને લીહના તમામ વ્યાધિઓ મટે છે. બબ્બે ગોળી અને એક તોલે કુમાર્યાસવમાં થોડું પાણી રેડી તેની સાથે દિવસમાં ત્રણ વાર પીવાથી યકૃતને લીહાના તમામ વ્યાધિઓ મટે છે.
૩૪ અમદાવાદની એક વૈદરાજ ૧. પાવલીભાર રાઈ પાણી સાથે ફાકી જવાથી પિટમાંની બદડજમી મટે છે અને બહુ દસ્ત થતા હોય તે પણ બંધ થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
૨. કબજિયાત માટે -ગુલાબની તાજી સૂકી કળીઓ, વરિયાળી, સાકર અને ઘીને હાથ દઇ સહેજ શેકી નાખેલી મીંઢી આવળ એ ચારે વસ્તુઓને સમભાગે લઈ ખાંડી ચૂર્ણ કરી, સૂતા પહેલાં પાણી સાથે પાવલીભાર ફાકવાથી કબજિયાત મટે છે, સાધારણ જુલાબ લાગે છે અને મન પ્રસન્ન રહે છે.
૩. ઉદરગ માટે:-લસણની સૂકી કળીઓ, હીરાસિંગ, સિંધવ અને કાવ્યાના ગેળા,એ સરખે ભાગે બારીક વાટી, તેની ચણી બોર જેવડી ગોળીઓ કરી ઉંમર અને દરદના પ્રમાણમાં આપવાથી પેટમાં આવતી ચૂંક, આફરે, બદહજમી અને શૂળ મટાડે છે.
૪. બરોળ માટે-કુલાવેલો ટંકણ, અજમે, કાળી જીરી, સુવા, નવસાર, સાજીખાર, ચિત્રક અને લીંડીપીપર, એ સમભાગે લઈ કુંવારપાઠાના રસમાં ઘંટી ચણીબેર જેવડી ગોળી વાળી દર ટંકે બે ગોળી દિવસમાં બે વખત ખાવાથી બાળ નાબૂદ થાય છે, જઠરાગ્નિમાં ફાયદો થાય છે અને પેટના વ્યાધિઓને નાશ કરે છે,
For Private and Personal Use Only