________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દરિયામાં અશુચિ વધી જવાથી દરિયાનું પાણી ખારાશ વગરનું થાય છે અને તે ઓછી ખારાશવાળું અશુચિ ભરેલું મીઠું મનુષ્યના ખાવામાં આવે, એટલે રોગ ઉત્પન્ન થાય તેમાં કાંઈ આશ્ચય નથી, તેમ તુના વેગે ઊડતાં જંતુઓ કે જેનું રહેઠાણ અને ઉત્પત્તિસ્થાન પાણીવાળી જગ્યામાં છે, તે અશુચિ પદાર્થો અને દરિયાનું પાણી ભેગું થવાથી મૂત્ર જેવા પદાર્થોમાંથી ઉડતાં અને મળ જેવા પદાર્થોમાંથી ચાલતાં ઝેરી જંતુઓ સંખ્યાબંધ ઉત્પન્ન થાય છે. આ જંતુઓનો ફેલાવે એટલા જોરથી થાય છે કે, જંતુવિઘાના ધકેએ સિદ્ધ કર્યું છે કે, ઝેરી જંતુની પેદાશને જે સૂર્યના કિરણથી કુદરત નાશ ન કરતી હોત તે એક દિવસમાં આટલાંટિક મહાસાગર ભરાઈ જાય તેટલાં જંતુઓ ઉત્પન્ન થાત. અર્થાત કહેવાની મતલબ એવી છે કે, સમુદ્રમાં પાકતા છે તે માણસના રક્ષણ માટે છે પણ કોઈ તેને મારી ખાવાને માટે નથી. જેવી રીતે આકાશમાં ફરતા ગ્રહ, સૂર્ય અને ચંદ્ર, શેકથી ફરતા અયન અને સંક્રાતિથી જે જે પ્રદેશમાં, જે જે અક્ષાંશ અને રેખાંશમાં જેવી જેવી જાતનું વાતાવરણ ઉત્પન્ન કરે છે, તેવી તેવી જાતનાં મનુ અને પ્રાણીઓ પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે દરિયામાં પણ જુદી જુદી પ્રકૃતિનાં, જુદા જુદા આકારનાં અને જુદા જુદા ગુણધર્મવાળાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. એટલે જે માણસો એવો વિચાર કરનારા છે કે, દરિયામાંથી જળચર જેને અમે જેટલો નાશ કરતા જઈએ તેટલા પ્રમાણમાં અગાધ સમુદ્રમાંથી બીજા જ ત્યાં આવીને પુરાય; એટલે દરિ ચાની વસ્તીમાં ઘટાડો થઈ શકતો નથી. પણ તેઓ ભૂલી જાય છે કે, કુદરતના કાયદા પ્રમાણે જે અક્ષાંશ કે રેખાંશવાળા ભાગમાં જે જાતનાં દરિયાઈ પ્રાણી ઉત્પન્ન થાય છે, તેઓ બીજા ભાગમાં જઈ શકતાં જ નથી, તેનું પ્રત્યક્ષ પ્રમાણ એવું છે કે, જે સ્થળેથી
For Private and Personal Use Only