________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
૧૦૭
—
—-
-
-
-
-
-
- *
*
*
* *
*
૧૦-વૈદ્ય મણિલાલ ભીખાભાઈ-શંખલપુર સુધાવર્ધક ચૂર્ણ -શેકેલી હિંગ, અજમે, જીરું, લીંડીપીપર, કાળાં મરી, સૂંઠ, સિંધવ, સંચળ, મીંઢી આવળ, ફુલાવેલ ટકણખાર એ સર્વ ચીજો સરખે વજને લઈ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, સવારસાંજ તેમજ જમ્યા પછી આ ચૂર્ણ તલા ૦૧ થી અર્ધાની ફાકી મારવાથી અરુચિ, મંદાગ્નિ વગેરે મટી ભૂખ સારી લાગે છે. કદાચ ગળી વાળવી હોય તે તેને ચણાના ખારમાં વાટી ગેળી વાળવી. ભૂખ લગાડવા માટે આ ચૂર્ણ ઘણું જ સારું છે, એમ હું મારા પિતાના અનુભવથી કહું છું.
૧૧–વૈધ રાઘવજી માધવજી-ગાંડળ ૧. સામુદ્રાદિક ચૂર્ણ-સંચળ, વરાગડું મીઠું, સિંધવ, સાજીખાર, જવખાર, નવસાર એને આકડાના તથા શેરના દૂધની અકેકી ભાવના આપી ગજપુટમાં પકાવવું. પછી તેમાં ખારથી અડધે અજમે, ત્રિકટુ, ત્રિફળા, જીરું અને હળધર લેવાં, તથા ચિત્રક ખારની બરાબર લઈ વાટી ચૂર્ણ તૈયાર કરવું. ઉદરવિકાર, અજીર્ણજ્વર, ગુલ્મ, શેફ અને મંદાગ્નિ ઉપર વાપરવું. વાયુ હોય તે ઊના પાણીમાં, પિત્ત હોય તે ઘીમાં અને કફ હોય તે ગોમૂત્રમાં આપવું, અનુભવસિદ્ધ છે.
૨. અજમે, હરડે, સંચળ અને ઝેરકચૂરે એનું ચૂર્ણ છે ભાર પાણી સાથે આપવાથી પાતળા દસ્ત, ખાટા ઓડકાર, ઊલટીની ઈચ્છા, પેટમાં પીડા, આફરે તથા પેટમાં થતા ઘૂઘવાટા મટે છે.
૩. એળિયે, મીંઢી આવળ, હિમજ, ગરણીનાં બીજ, હરડે, નસોતર, ઇંદ્રામણનાં મૂળ, શુદ્ધ નેપાળ, ફુલાવેલે ટંકણ, દિવેલીની મી જ એ સર્વ સમભાગે લઈ, કુંવારના રસમાં ચણા જેવડી ગેળી સવારસાંજ ગરમ પાણી સાથે આપવાથી મળજવરને જલ
For Private and Personal Use Only