________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
પાવાથી પણ અજબ ફાયદો થાય છે.
ચિંચાભલ્લાલકા-પાકેલી આમલીના ચિચુડા તથા નસે કાઢી નાખીને શેર ૦૧ તથા ભિલામાં શેર વા એ બેને સાથે એટલે સુધી ખાંડવાં કે ગોળી વાળવા જે મસાલે થાય. પછી તેની તુવર જેવડી ગોળીઓ વાળી મૂકવી. એ ગોળીમાંથી બબે ગોળી દિવસમાં ત્રણ વાર અથવા વૈદ્યની ધ્યાનમાં આવે એટલી વાર પાણી સાથે ગળાવવાથી અતિસાર, સંગ્રહણી, અજીર્ણ અને કેલેરાને મટાડે છે.
કાળીજીરી -એક મોટું કઢાયું લઈ તેમાં ગોમુત્ર એક મણ ભરી ચૂલે ચડાવવું. થોડું ઊનું થાય એટલે કાળીજીરી શેર પાંચ તેમાં નાખી ઊકળતાં ઊકળતાં તમામ મૂત્ર અને કાળીજીરી બળીને રાખ થાય તે રાખનું તેજ વખતે શીશીમાં ભરી, મજબૂત બૂચ માર. જે શીશીમાં ભરતાં બે કલાક વાર લાગશે તે તે ક્ષાર પીગળીને પાણી થઈ જશે. એ સારમાંથી જેને વિશ્વાજીર્ણ થયું હોય અથવા આમાજીર્ણ થયું હોય અથવા રસશેષાજીર્ણ થયું હોય, તેને એક વાલથી બે વાલ સુધી દરરોજ દિવસમાં ત્રણ વાર પાણી અગર મધમાં આપવાથી અજીર્ણ મટી જાય છે.
શખવટીઃ-વરાગડું મીઠું દશ ભાગ, સંચળ દશ ભાગ, સિંધવ દશ ભાગ, શંખભસ્મ દશ ભાગ, સાજીખાર દશ ભાગ, બંગડીખાર દશ ભાગ, આમલીનાં છોડાંની રાખ દશ ભાગ, સૂંઠ અઢી ભાગ, મરી અઢી ભાગ, પીપર અઢી ભાગ,હિંગ અઢી ભાગ, પારો એક ભાગ, ગંધક બે ભાગ, વછનાગ બે ભાગ, એ સર્વને વાટી પારાધકની કાજળીમાં મેળવી, લીંબુના રસમાં ખલ કરી, તેજ દિવસે તેની ચણા જેવડી ગોળી વાળવી. લીંબુનો રસ નાખી વાટતાં અને ગોળી વાળતાં એક રાત વીતી જશે તે ગળીને ગુણ બદલાઈ જશે; માટે તેજ દિવસે ગળી વાળી તડકે, સૂકવી,
For Private and Personal Use Only