________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજાણ
૪૯૭
સૂક્વીએ એટલે તેલને ભાગ ઊડી જાય છે. પછી ખાંડવાથી વસ્ત્રગાળ ભૂકો થાય છે. તે ભૂકામાં ગોમૂત્ર નાખી ખરલમાં ખલી ગોળીઓ બનાવીએ છીએ, જેથી તે ગોળી ઘણું સરસ કામ કરે છે. પરંતુ એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે, જેને થોડી પણ ખાંસી આવતી હોય, તેને એ ગોળી કદી આપવી નહિ. કારણ કે એથી ખાંસી વધી જાય છે. ભિલામાં વધારે નાખ્યાં હોય અથવા મૂળ પાઠ પ્રમાણે નાખ્યાં હોય તે પણ ખાંસીને વધારો કરે છે; પણ ચડેલા પિત્તને તથા વાયુને તરત બેસાડી દે છે.
કર્પરાદિ ગુટિકાઊંચી જાતનાં પાશેર રાતાં મરચાં, લઈ તેને બિયાં સાથે એવાં બારીક વાટવાં, કે જેમાં બિયાનું નામ દેખાય નહિ. પછી ઊંચી જાતની પાશેર હિંગ મરચાં સાથે વાટવી. પછી તેમાં પાશેર દેશી કપૂર મેળવીને એ ત્રણેને ખલ કરવું. એટલે કપૂરની ભીનાશથી હિંગ તથા મરચાં હવાઈ જઈ ગોળી વાળવા જેવું થશે. જે દેશી કપૂર ન મળે તે પછી કપૂરની ગોટી વાટી, રહેજ પાણીને હાથ દઈ ત્રણેને ભેગાં વાટી, મરીના દાણા જેવડી ગોળીઓ વાળવી. જ્યારે વિચિકા અને થવા કોલેરા થયો હોય, ત્યારે બે ગોળી દરેક ઝાડે તથા દરેક ઊલટીએ ઠંડા પાણી સાથે ગળાવવી. એ ગોળીથી ઝાડાઉલટી, બંધ થઈ પેશાબ છૂટે છે. કેલેરાના રોગીને જ્યાં સુધી છૂટો પેશાબ આવતું નથી ત્યાં સુધી તેને ભય મટતો નથી અને પેશાબ છૂટયા પછી પણ અન્ન કે દૂધને ખોરાક આપ નહિ, પરંતુ રેગીથી ન રહેવાય તે ચોખાને શેકી, તેની છાશમાં કાજી બનાવી ખોરાક તરીકે આપવી. વિપૂચિકા-જીર્ણ અથવા કોલેરાની શરૂ આતમાં દરેક ઊલટીઝાડાએ બબ્બે તલા તલનું તેલ અથવા બબે તોલા ચોખ્ખું ઘી પાયું હોય તે ફાયદો થાય છે; અથવા એક કાંદે (ડુંગળી) અને બે ભિલામાં સાથે વાટીને રસ કાઢી
For Private and Personal Use Only