________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીર્ણ
અમૃત હરીતકી હરડે મોટી ઊંચી જાતની નંગ ૧૦૦) રેષા વિનાની લાવીને બે દિવસ ભેંસની છાશમાં પલાળવી. પછી તેજ છાશમાં બાફી તેને એક બાજુથી ઊભી ચીરીને ઠળિયે કાઢી નાખે. પછી તેમાં સૂંઠ, મરી, પીપર, ચવક, ચિત્ર, તજ, પાંચક્ષાર, સાજીખાર, જવખાર, જીરું, શાહજીરું, અજમેદ, નસોતર બે તોલા લઈ એ સર્વેને બારીક વાટી, લીંબુના રસને પટ દઈ તે મસાલો તૈયાર થાય એટલે હરડેમાં ળિયાની જગ્યાએ ભરી, ઉપર દોરો લપેટી, એક દિવસ તડકે સૂકવે, રાખી મૂકવી. તેમાંથી દરરોજ એક હ ચાવીને ખાય તે આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ અને વિધાજીર્ણથી ઉત્પન્ન થયેલા ચીકણા અને જૂના વ્યાધિઓ મટે છે. અજીર્ણ, શળ, ગોળ, સંગ્રહણી, બંધકેશ, આફરે વગેરે મટે છે. વળી હરડેના ઠળિયા કાઢતાં ઠળિયા સાથે જે હરડેને ગર વળગી રહે છે, તેને ચપુથી છેલી લઇ, મસાલે વચ્ચે હોય તેમાં થોડું મીઠું મેળવી, ગળી વાળી મૂકી હોય તે તે ગળી નાના બાળકના અજીર્ણમાં ઘણી ઉપયોગી થઈ પડે છે. ઉપર લખવામાં આવ્યું છે કે, હરડે વગર રેષાની લેવી; તેની પરીક્ષા એવી છે કે, જે હરડે લાંબી ડોકવાળી હોય તેમાં રેષા હોતા નથી. અને જે હરડે લંબગોળ હોય છે, તેમાં રેષા પુષ્કળ હોય છે. તે જ્યારે બફાય ત્યારે ચીરતાં હરડેને બધો ગર રેષા સાથે વળગીને બહાર નીકળી જાય છે. આથી તે હરડે મસાલો ભરવાને લાયકની રહેતી નથી. પણ લાંબી ડેકની હરડે બફાયા પછી ચીરીએ તે આસની કેરીની પેઠે તેની ગેટલી વગર રેષાની નીકળી જાય છે. માટે હરડે ખરીદતાં પહેલાં પરીક્ષા કરીને ખરીદવી.
હુતાશન રસ -સુંઠ એક ભાગ, ટંકણખાર બે ભાગ, મરી, દોઢ ભાગ, કોડીની ભસ્મ દેઢ ભાગ, વછનાગ - ભાગ એનું ચૂર્ણ એક વાલ, ઘી સાથે ચટાડવાથી અજીર્ણ મટાડી ભૂખ લગાડે છે.
For Private and Personal Use Only