________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ધર્મ તરીકે મૂળ પ્રકૃતિમાં રહેલા પરમાણુ પિતાપિતાને કમની સ્થિતિ પરિપકવ દશાને પામતાં, તે પરમાણુઓ પિતાના ધર્માનુંસાર ખરતા જાય છે અને બીજા પરમાણુઓ આવીને વળગતા જાય છે. એ કિયાને લીધે જ પ્રાણીમાત્ર વૃદ્ધિ પામી વધે છે, સ્થિર. તા પામી સ્થિર રહે છે, અને હીનત્વ પામી નાશ પામે છે. એટલા ઉપરથી એ સિદ્ધાન્ત થાય છે કે, સૂક્ષ્મ શરીરના એટલે વાસનાલિંગના સ્વભાવ પ્રમાણે અથવા ધર્મ પ્રમાણે અથવા કાર્ય પ્રમાણે અથવા વિચાર પ્રમાણે, શરીરમાંથી અહેનિશ એક જાત. ના પરમાણુને છૂટા પડેલ પ્રવાહ વહી જાય છે અને તે સ્થાને જોઈતા સ્વજાતીય પરમાણુઓ ખાલી પડ્યા હોય છે, ત્યાં ત્યાં તે તે જાતના પરમાણુઓ વળગે છે. પાંચ તન્માત્રાઓ અને ચાર અંતઃકરણ એ નવ તત્વના બનેલા વાસનલિંગમાં મન એ પ્રાધાન્ય ભેગવે છે અને તે મન આખા શરીરતંત્રને પિતાની મરજીમાં આવે તેમ ચલાવવાને અધિકારી છે. એટલે આત્માની આસપાસ ના સૂમ શરીરમાં પૂર્વજન્મના કુતકમને યેગે જે પરમાણુઓ સુકમ સાથે આવેલા હોય છે, તેમને અનુકૂળ મન, બુદ્ધિ અને ચિત્ત બીજા પરમાણુને ખેંચી તેને યોગ્ય સ્થાનકે ગઠવે છે. તેવી રીતે શરીરમાંથી છૂટા પડેલા પરમાણને મન, બુદ્ધિ, ચિત્ત અને અહ કાર મળીને બહાર ફેકવાનું કામ બજાવે છે. પરંતુ જેમ આપણા ઘરમાં પડેલે કચરે સાવરણીથી વાળી ઘરની બહાર ઉડાવી દઈ શકાય છે, તેમ તે કચરાને ચગ્ય સ્થાને નાખવામાં પણ આવે છે. પરંતુ જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની એકતા સિવાય કચરો વાળવામાં આવે, તે તે કચરે ઘરની બહાર ગમે ત્યાં ઉડાવી દેવામાં આવે છે. પણ જે મન, બુદ્ધિ, ચિત્તની એકતાથી કચરો વાળવામાં આવે છે તે કચરોગ્ય સ્થાનકે મેકલી શકાય છે. તેવી રીતે શરીરરૂપી ગૃહમાંથી કચરો કાઢવાનું કામ મન,
For Private and Personal Use Only