________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદેપ-સિદ્ધાંત
૪૦૫
૨-વૈધ મણિશંકર નરભેરામઘળા અનુછડી એટલે સીતાફળનાં પાતરાને રસ પાણી મૂકીને વાટી ૬ થી ૮ તલા કાઢી તેમાં 1. તેલે મધ નાખી એક ટંક ખાવાથી તુરત એક કલાકમાં સતિપાત જરૂર બેસે છે. આ ઉપાયથી મારે હાથે સેંકડો દરદી સારા થયા છે. એનાથી દસ્ત સાફ આવે છે. એ રસમાં જતુદન ગુણ છે નશાકર હોવાથી મગજ શાંત રાખે છે.
૩-વૈદ્ય નાશંકર હરગોવિંદ-બારડોલી ૧. ત્રિદોષમાં કોઈ પણ દવાના અનુપાન સાથે ભોંયરીંગણીને અક કાઢી તોલા થી ૧ સુધી આપવાથી ત્રિદેષમાંથી બગડેલા ઘણું દરદી સારા થયા છે. ખૂબી એ છે કે, કેઈ પણ દરદીને કફ મેં વાટે નહિ જતાં ઝાડે જાય છે. દરરોજ એક અગર બે ઝાડા થાય છે અને ઘણી જ ફતેહમંદીથી રોગી સારા થાય છે. આ અક ઘણા દિવસ રાખવાથી પણ બગડતું નથી.
૨. વિદેપમાં કે ઈવખતે વાત તદ્દન ખસી જાય છે અને શરીર ઠંડુગાર થઈ જાય છે. તે વખતે મોરપીંછના ચાંદલાની રાખ ૦૧ થી બે તોલા સુધી મધમાં ચટાડવાથી તરત ગરમી આવે છે.
ક-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ-બાવલા કાયફળ, પીપળીમૂળ, ઇંદ્રજવ, ભેંયરીંગણી, સૂંઠ કરિયાતું કાળાં મરી, લીંડીપીપર, ખડસલિયે (પિત્તપાપડ) પુષ્કરમૂળ, રાસના, બેડી ભેંયરીંગણું, બેડી અજમેર, કાકડાસિંગ, વજ, કાળીપહાડ-એ સઘળી વસ્તુઓ સમભાગે લઈ ખાંડી શેર ૧ પાણી મૂકી, નવટાંક પાણી રહે ત્યારે અર્ધા રૂપિયાભાર મધ નાખી પાવાથી વિદેષને તાવ તથા સર્વે જાતના તાવ મટે છે. આ કવાથ તમામ જાતના કષ્ટસાધ્ય સન્નિપાત ઉપર અમારો અજમાવેલ છે.
For Private and Personal Use Only