________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૪૯ અમારા લખ્યા સિવાયની હોય તો પણ આપવાને હરકત નથી; પણ ઝાડાને રોકવાની દવા કઈ પણ સંજોગોમાં આપવી નહિ. ઉપર છાશ પીવાના પ્રકરણમાં જે વિધિથી છાશ પાઈ અન્ન મુકાવી દઈ ફરી અન્ન ઉપર ચડાવ એ શાસ્ત્રની પરિપાટી છે, પરંતુ આ ફેસી જમાનામાં જ્યાં લેકેની ધ્યાનમાં એવીજ વાત આવેલી છે કે, “કાલે ઊઠીને મરી જવું છે માટે જે ખાધું પીધું તે ખરું !”
ત્યાં આગળ શાસ્ત્રની વાતને મનાવવાને આગ્રહ કરે એ વૈદ્ય પિતાને વિશ્વાસ ગુમાવવા જેવું છે. એટલા માટે સંગ્રહણીના રેગીને બાજરી અથવા જુવારને ટલે, ચાખાની કણકી અથવા ભાત, થોડું તેલ અને ગરમ મસાલાવાળું શાક ખાવાને આપી રેગીને સમજાવી, છાશ વધારે પીવાની ભલામણ કરી, ચિકિત્સા ને આરંભ કરવાથી, ઘણા રેગીઓ સારા થયા છે. પરંતુ ઘઉંની રોટલી અથવા ઘઉંના બનેલા પદાર્થો, ચણાને લેટ, ઘઉને લેટ અને બીજાં કઠોળોના લોટ અથવા બધા એકઠા મળેલા કે જુદા જુદા પદાર્થોની બનાવટના જુદા જુદા પદાર્થો, કે જેમાં કેટલાક તેલમાં તળાઈને, કેટલાક તેલ સાથે બફાઈને, કેટલાક ઉપરથી તેલ લઈને અને કેટલાક તેલમાં બળીને ખાવાના બને છે, તે તે કદી આપવા નહિ. તેમ બાફેલું કઢેળ, તુવેરની દાળ, દૂધ અને ઘીમાં બનેલાં મિષ્ટાન્નો કદી આપવા નહિ. લીલું દાડમ, દ્રાક્ષ, મોસંબી, લીંબુ, ખાટાં લીંબુ, ચિકેતરાં લીબુ, ફાલસા, કાચી કેરીના મરવા અને કરમદાં, એ ફળ આપી શકાય છે. પરંતુ સફરજન, પાકી કેરી, અંજીર લીલાં કે સૂકાં અને ચીકુ જેવાં ફળ આપવાથી ગંભીર નુકસાન થતું અમારા જેવામાં આવ્યું છે, માટે એ વસ્તુની રજા આપવી નહિ.
અસાધ્ય લક્ષણોઃ—જે રોગીને ઝાડે પાકેલા જાબુના રંગ જે અથવા કાળે, રાતે, પાતળ, ઘી, તેલ, ચરબી, મજજા, અ. ૧૫
For Private and Personal Use Only