________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટર શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જા ચોગ કરે છે, જેથી પાચકપિત્તથી ખાધેલા સત્ત્વગુણી ખાનપાનને રસ દગ્ધ થઈ જાય છે. આથી રોગીને ભ્રમણા, તરસ, મૂછ અને ખાટા ઓડકાર આવે છે, તેમજ પરસેવે અને બળતરા થાય છે, તેને વિદગ્ધાજીર્ણ એવું નામ આપવામાં આવ્યું છે.
૩. જે અજીર્ણ માં સમાનવાયુનો પાચકપિત્તના હીનાગને લીધે અતિગ થાય છે અને વાયુના અતિથી કદનકફમાં મિથ્યાગ થાય છે, એટલે અપાનવાયુ મળને સૂકવી નાખે છે, જેથી પેટ ચડે છે, પેટમાં દુખે છે; અધેવાયુ અને ઝાડાનું રોકાણ થાય છે, શરીર સ્તબ્ધ થાય છે અને તે રેગીને આમવાયુના કળતરની પેઠે માથામાં કઈ સ્તર મારતું હોય એવું અસહ્ય દુઃખ થાય છે, તેને વિષ્ટબ્ધાજીર્ણ એવું નામ આપવામાં આવ્યું છે.
૪, સમાનવાયુને મિથ્યાગ થવાથી એટલે ક્લેદનકફ સમાનવાયુમાં ભળવાથી પાચકપિત્તને હીગ થાય છે, જેથી સમાનવાયુ પાચકપિત્ત કરેલા આહારને રસરૂપ ધાતુને પ્લીડા તથા યકૃતમાં પૂરેપૂરો પહોંચાડી શકતો નથી. તેથી અન્નને રસ કઠામાં શેષ રહી જવાથી રોગીને અન્નને અભાવે થાય છે, હદય ભારે થાય છે અને શરીર જડ થાય છે, તેથી વિદ્વાનેએ એનું નામ રસશેષાજીર્ણ પાડયું છે.
૫. જ્યારે કઠામાં રહેલા કલેદન કફને હીનાગ થાય છે, ત્યારે પાચકપિત્તને અતિગ થઈ તે પિત્ત સમાનવાયુમાં મળી મિથ્યાગ ઉત્પન્ન કરે છે, જેથી વાયુમાં મળેલું પિત્ત પિતાની ઉષ્ણતા સાથે પાચકપિત્તમાં જઈ તેમાં અતિયોગ કરે છે. વાયુ સાથે મળેલું પિત્ત જઠરાગ્નિમાં આવેલા તમામ પદાર્થોને ભરમ કરી નાખે છે ને શરીરને રકું બનાવે છે. રોગી જેટલું અન્ન ખાય તેટલા અને ઝડપથી પચાવી બાકીના સમયમાં રોગીને
For Private and Personal Use Only