________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
લસણ લેવું તેલ ૧, સૂંઠને વસ્ત્રગાળ ભૂકે તેવા ૪, બધાં
ઔષધેને સાથે વાટી, કાગદી લીંબુના રસમાં ખૂબ ઘૂંટી એકેક વાલની ગોળી કરી, એકેક ગોળી સવાર-સાંજ ગાયનું દહીં, છાસ અથવા પાણી સાથે આપવાથી જૂના કે નવા ઝાડા, દેષજન્ય અતિસાર, અજીર્ણ અતિસાર, આમાતિસાર, રક્તાતિસાર, મરડો વાયુ કે કૃમિના ઝાડા મટે છે. આ ગોળી અસાધ્ય ઠરેલી સંગ્રહણી ઉપર કદી નિષ્ફળ ન નીવડે એવી છે. પંચામૃત પર્પટી તથા ગ્રહણ કપાટરસ જે રોગી ઉપર નિષ્ફળ નીવડેલા તેવા ઘણું રોગી આ ગોળીથી સારા થાય છે. પરેજીમાં ઘઉંને ખોરાક, વાસી અન્ન, ખીચડી અને મૈથુનને ત્યાગ કરે.
૨૪-વેધ રાઘવજી માધવજી–ગાડલ ૧. હરડે, સૂંઠ, મોથ અને ગેળ, એની ગોળી આપવાથી મરડો તથા આમવાયુ મટી દસ્ત સાફ આવે છે.
૨. ચિત્રક, નાગકેશર, કાળા મરી, પીપળીમૂળ, દેવદાર, અતિવિષ, હીમજ, તજ, સુવા, ધાણા, સિંધવ-એને વાટી વસ્ત્રગાળ કરી તે સાંજ સવાર છાસ સાથે ફાકવાથી, ઝાડામાં પડતા આમને અટકાવી આમ સંગ્રહણું મટાડે છે.
૨૫–વૈધ ઉમિયાશંકર બાપુભાઈ–વીરમગામ
અતિવિષનું ચૂર્ણ વાલ ૧ અને શંખભસ્મ વાલ છે દહીંમાં સાકર મેળવી, ઉપરની પડીકી દિવસમાં ૩ વાર આપવાથી ઝાડાના સખ્ત વેગમાં એકદમ ફાયદે આપે છે. દિવસમાં પચ્ચીસ અગર તેથી વધુ થતા ઝાડાના વેગને એકદમ અટકાવવામાં સારું કામ કરે છે, તેમજ મરડાને પણ મટાડે છે.
૨૬-માસ્તર નરભેરામ હરજીવન--નવાગામ શુદ્ધ ઝેરકોચલાનું ચૂર્ણ ૨ રતીભાર, લેહભમ વાલ ૧
For Private and Personal Use Only