________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૮૧ ઝીણો વાટી સો વખત પાણીએ ધોયેલા ઘીમાં મેળવી ચોપડ. તેમજ હરતાલને દિવેલમાં મેળવી ચોપડવાથી પણ હરસ મટે છે.
-વૈદ્ય બાલકૃષ્ણ રતનેશ્વર-સુરત ૧, મરી, પીપર, ઉપલેટ, કુલીજન, સિંધવ, જીરું, સુંઠ, ઘોડાવજ, હિંગ, વાયવડિંગ, હીમજીહરડે, ચિત્ર, અજમે–એ સર્વે બારીક વાટી ગાળમાં બોર પ્રમાણે ગળી વાળી ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત એક એક ગોળી આપવાથી વાયુના હરસ નરમ પડી જાય છે. - ૨, ગળોસત્વ તેલા ૫, રાતું નાગકેશર તેલા ૫, ટાટના કોથળાની રાખ તેલા ૫, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બબ્બે આની ભાર દિવસમાં બે વાર માખણ તથા સાકર સાથે આપવાથી ત્રણ દિવસમાં લેહી પડતું બંધ થાય છે. જરૂર જણાય તે વધારે દિવસ આપવું.
૩. ઇંદ્રજવને ક્વાથ કરી મધ નાખી દિવસમાં બે વાર આપ અને ઉપર મગની દાળ અને ભાત ખવડાવ, જેથી પિત્તના હરસ નરમ પડી જાય છે.
૪. કાળીજીરી તેલા પ લઈ અધી શેકવી, અધી કાચી રાખીને તેનું ચૂર્ણ કરી તેના ત્રણ ભાગ કરી ત્રણ દિવસ સુધી ચેખાને ધાવણ સાથે આપવાથી પિત્તના અશની શાંતિ થાય છે.
૫. ઇદ્રજવ, અતિવિષ અને રસવંતી સરખે ભાગે લઈ ચૂરણ કરી મધમાં કાલવી, ચોખાના ધાવણ સાથે ત્રણ દિવસ તલ તેલે આપવાથી અજાયબ ચમત્કાર બતાવે છે.
૬. મલમ –અફીણ વાલ ૨, કપૂર તેલ છે અને માખણ તેલા ૪ મેળવી ચોપડવાથી હરસ મસા ચીમળાઈ જાય છે, એટલે ગુદાનું દરદ નરમ પડી જાય છે. આ. ૧૬
For Private and Personal Use Only