________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અર્શ રોગ ૪૮૩ ગરમ કરી, એક દાતણે લુગડાને નામે કટકો બાંધી તેના ઉપર સહેવાતા સહેવાતો શેક કરે. એટલે કે ઘીમાં બોળતા જવું અને શેકતા જવું. તેથી કળતર બંધ થઈ હરસ નીકળી પડશે ને ખાડા પણ પુરાઈ જશે. પછી દૂધની તર દૂધ સાથે જ તે ખાડા ઉપર ઠંડક માટે મૂકવી. જરૂર પડે તે એરંડિયું પણ મુકાય છે અને તેથી હરસ મટી જાય છે.
૩, ચમાર દુધેલીના પાન પાણીમાં બાફી વાટીને ગાયની છાશમાં પાંચ રૂપિયાભાર પાવાં. ઉપર ચોખાની રાબ ગાયની છાશમાં પાવી. સાત દિવસ પાવાથી લોહી પડતું બંધ થાય છે.
૪. ભૈયપાતરી (ગજીભી) નો રસ હંમેશાં દૂધમાં પીવાથી હરસનું લેહી બંધ પડે છે. ૪–વૈધ ગિરિજાશંકર આશારામ ત્રિવેદી-ઝરિયા
પતાસાં રૂા. ૫ ભાર, લીબળીના ઠળિયા રૂા. ૫ ભાર; એ બંને ચીને બારીક વાટી એક તાંબાના લેટાને તળિયે ઝીણું છિદ્ર કરી, તેલેટામાં ઉપરોકત કર્ભનાખી, લેટાનું મેં ખૂબ બંધ કરવું. ત્યાર બાદ જમીનમાં એક પ્યાલું રહે તેટલે ખાડો કરી, પ્યાલું તેમાં મૂકી, તે પર લટે બરાબર ગોઠવાઈ રહે તેમ મૂકી આશરે ૧૫૦ છાણાં મૂકી ભઠ્ઠી સળગાવવી. એમ કરવાથી નીચેના પ્યાલામાં અર્ક પડશે. તે અર્કનાં ૩ ટીપાં સાકરઘીના શીરા સાથે સવારમાં ખાવાથી હરસને વ્યાધિ મટી જાય છે. આ પ્રયોગથી સેંકડે ૫૦ ટકા તે અવશ્ય ફાયદો થાય છે ને ઘણું દરદીઓને આરામ પણ થાય છે.
પ-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ જાની-સુરત
૧. સુંઠ, મરી, પીપર, સૂરણ, પીલવણ એ સર્વને સમભાગે વાટી, ગાળ સાથે વાલ વાલની ગોળી કરી, ગુદામાં મૂકી, લોટ પહેરી રાખવાથી હરસ મટી જાય છે.
For Private and Personal Use Only