________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા આ રોગ નહિ આવ્યો હોય તે તે રેગીને ઘીવાળો ખોરાક બંધ કરી પંચામૃત પર્પટી દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવાથી, ત્રણચાર મહિને સોજા ઊતરી જઈ રોગી સારો થાય છે. પણ આપે શરીર બેડો થોડો સેજે હોય અને પેશાબ ઉપર ચળકો સોજો આવ્યું હોય તે સોજે રોગી સૂએ ત્યારે સમાઈ જાય અથવા એ છે થઈ જાય અને બેસે એટલે તરત ઊતરી આવે છે. એવા સેજાવાળો રોગી કદી પણ જીવતું નથી. જે રોગીને ઝાડો પાણીમાં નાખતાં ડુબી જાય તે તે રોગી બચતો નથી. કેટલાક રોગીની પ્રકૃતિમાં એ દોષ આવે છે કે જે વસ્તુ ન ખાવાની હોય તેની તે ઇચ્છા કરે છે અને જે ખાવા જેવી પથ્ય વસ્તુની વેદ્ય રજા આપે તેને અભાવ થાય છે, તે તે રોગી જીવતું નથી. જે રોગીની જીભ સ્વાદ વિનાની થઈ જાય અથવા જીભ ઉપર કાળા ડાઘ દેખાય તો તે રોગી જીવતો નથી. એટલા માટે સંગ્રહણી અને અતિસારના રોગીને માટે વિચારપૂર્વક ઉપચાર કરવાનો શરૂ કરે. કેઈ કઈ રેગીને કોઈ પણ જાતનો ઉપદ્રવ ન હોય પણ, માત્ર અગ્નિમંદ થઈ ગયો હેય તથાતે સાથે બે પગની પીંડીઓ, બે સાથળે, બે ઢગરાં અને બે ભુજદંડ એ આઠે સ્થાન ઉપરનું માંસ ગળીને સુકાઈ ગયું હોય અને હાથના પહેચા આગળની બે સીધી હાડકીઓ છૂટી પડેલી દેખાય, તે તે રોગી કેટિ ઉપાયે પણ જીવતો નથી, એવા અમારો ખાસ અનુભવ છે.
૩. હરસાગ-વાયુ, પિત્ત, કફ, ત્રિદોષને, લેહીને અને વારસામાં મળેલો એટલે જન્મને એ પ્રમાણે હરસ રોગના છે પ્રકાર કહેલા છે અને સાધારણ લોકો જેને અશ–મસા તથા બવાસીરના નામથી ઓળખે છે, તેને હરસ રોગ કહે છે. આ રોગમાં છે જાત ૭૯પેલી છે, પરંતુ તે ખૂની અને બાદી એવા બે ભાગમાં વહેંચાયેલી છે, તે એકેક જાત ગુદાના પહેલા, બીજા અને ત્રીજા આંટામાં
For Private and Personal Use Only