________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
अतिसारना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત કેશરાદિ ગુટિકા-જાયફળ, જાવંત્રી, લવિંગ, ચરસ, કેરીની ગોટલી, લેધર, બીલીને ગર, ધાવડીનાં ફૂલ, દાડમનાં છોડાં અને સૂંઠ, એ દશ વસ્તુ એકેક તોલે લેવી. કેશર તોલે છે, અને ફીણ તોલા ૩, ભાંગ શેકેલી તોલા ૨, એ બધી વસ્તુને ખાંડી એક દિવસ કોરી ઘુંટી, પછી ભાંગના ઉકાળામાં બે દિવસ ઘૂંટી, મરી પ્રમાણેની ગળી વાળવી. દિવસમાં ત્રણ વખત એક એક ગોળી પાણી સાથે આપવાથી અતિસાર, સંગ્રહણી વગેરે ઝાડાના રોગ મટે છે.
ર–વૈધ બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧. કુંકુમવટીઃ-કેશર તેલ ૧, અફીણતોલે ૧ અને પીળું મીણ લે ૧ લઇ પ્રથમ કેશરને ઝીણું વાટવું. પછી મીણને ગરમ કરી, પીગળાવી તેમાં કેશર અને અફીણનું ચૂર્ણ મેળવી,એકરસ કરી એકેક ચોખાપૂરની ગેળીઓ કરવી. એમાંથી દિવસમાં ૩ વખત એકેક ગળી ચોખાના ધોવણ સાથે આપવાથી ઝાડા બંધાય છે.
૨, શેકેલી ભાંગનું ચૂર્ણ મધ સાથે આપવાથી ઝાડા બંધાય છે.
૩. ધાવડીનાં ફૂલને સાફ કરી, વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પાવલીભારને આશરે દહીં કે છાસ સાથે પાવાથી અતિસાર મટે છે.
૪. સુતરાજ ચૂર્ણ પારો ૩, ગંધક ૬, ફુલાવેલે ટંકણ ૬, સૂંઠ ૬, મરી ૬, પીપર ૬, પાંચ ક્ષાર ૧૫, અજમે , અજમેદ ૬, જીરું ૬, હિંગ દે અને ભાંગ ૩ ભાગ લઈ, પ્રથમ પારા ગંધકની કાજળી કરી, અજમો, અજમેદ, જીરું, હિંગ અને ભાંગ એ શેકેલાં લઈ, બાકીનાં વસાણાં મેળવી બે દિવસ ખલ કરે, આ ચૂર્ણમાંથી રતી ૧ થી ૬ સુધી દહીં સાથે આપવાથી
For Private and Personal Use Only