________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દ. બીલીને ગર, ચરસ, વાળ, આંબાની શેકેલી ગેટલી ધાવડીનાં ફૂલ, કડાછાલ અને અતિવિષ, એ સવે સરખે ભાગે લઈ ખાંડી વસ્ત્રગાળ કરી, બે આનીભાર ચૂરણ ચેખાના ધાવણ સાથે, મધ સાથે અથવા દહીંના પાણી સાથે ખવાડવાથી લેહી ખંડવાળો મરડો-આમ મટે છે.
૭. લાહી ચૂરણુ-પારો, ગંધક, સૂંઠ, મરી, પીપર, અજમે, જીરું, શાહજીરુ, સંચળ, સિંધવ, શેકેલી હિંગ, વરાગડું મીઠું. એ સર્વનું ચૂરણ કરી પારા ગંધકની કાજળી કરી તેમાં મેળવી સર્વની બરાબર શેકેલી ભાળ મેળવી, વસ્ત્રગાળ કરી તેમાંથી એક એક વાલ છાશની સાથે અથવા પાણી સાથે આપવાથી શૂળયુક્ત સંગ્રહણી, પેટનું ચડવું, પાતળા ઝાડા વગેરે મટાડે છે. સંગ્રહણું કે અતિસારના દરદીને છાશનું સેવન કરાવવાથી જલદી ફાયદો થાય છે.
૮. જવાલામુખી નામની વનસ્પતિ થાય છે, તેનાં પાતરાં નંગ સાત તથા કાળાં મરી (તી) નંગ સાત વાટીને છાશ સાથે પાવાં. એ પ્રમાણે સાત દિવસ સાત સાત પાતરાં આપવાં. એનાથી પેટમાં પુષ્કળ અગ્નિ વધે છે. જેમ ભૂખ લાગે તેમ છાશ પીવાની ભલામણ કરવી. પછી બીજા સપ્તાહમાં ચૌદચૌદ પાતરાં અને ચૌદ ચૌદ મરીના દાણા સાથે વાટીને આપવા. એ પ્રમાણે ત્રીજા સપ્તાહમાં એકવીસ પાતરાં અને એકવીસ દાણા કાળાં મરીન આપવા અને ખૂબ છાશ પાવી. એકવિસ દિવસમાં રોગી લગભગ અડધે મણ છાશ પીતે થાય છે. જેમ છાશ વધતી જાય તેમ અન્ન કમી કરતા જવું. પછી એજ પ્રમાણે ઊતરતાં જવું અને થોડું થોડું અન્ન આપતા જવું. એ પ્રમાણે બેતાળીસ દિવસના પ્રયોગથી સંગ્રહને રોગ તદ્દન સારો થાય છે. . ૯, કનકસુંદરરસ-હિંગળાક, મરી, ગંધક, પીપર, ટંકણખાર, વછનાગ, ધંતૂરાનાં બીજ એ સરખે ભાગે ચૂરણ કરી
For Private and Personal Use Only