________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
અતિસાર, સંગ્રહણી તથા અરેગ કરી
૧૪–વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી મરડાની ગળી –કોડિ લેબાન તેલ ૧ તથા અફીણ તેલે ૧ બન્નેને સાથે વાટી લેખંડની કડછીમાં નાખી બન્નેને દેવતા પર ધીમા તાપ પર મૂકવાથી એકરસ થાય એટલે તરત બીજા વાસણમાં કાઢી લઈ, ગરમ ગરમ હોય ત્યાં સુધીમાં ચણાપર વજનની ગળી વાળી લેવી. અથવા વાટીને ભૂકો કરી ચણાપૂર વાપર. આ ગળી દિવસમાં ૩ વાર શેકેલા ધાણાના પાણી સાથે આપવી. એ જ પ્રમાણે વાયવડિંગના તથા ખસખસના પાણીમાં અથવા પાનના રસમાં આપવી.
- ૧પ-વૈદ્ય ડાહ્યાભાઇ બાજીભાઈ–સાયણ
શુદ્ધ ઝેરકચૂર વાલ ૧, કંપીલે વાલ ૧, કાયફળનાં છેડા સાથે ઘસી થોડું મધ નાખી પીવાથી પાણી જેવા ઝાડા હોય તે બંધાય છે. ગાંજાને બાળી રાખોડી કરી, છાશ સાથે આપવાથી ઝાડા બંધાય છે. આનંદભૈરવ રસની ગેળીથી ઝાડા બંધાય છે. આ સાથે લેહી પડતું હોય તે શંખભસ્મ વાલ ૧, ઘી તથા જાયફળના ભૂકા સાથે આપવાથી ઝાડા બંધ થાય છે. પેટમાં બહ મરડે થતો હોય ને ઝાડામાં લેહી પડતું હોય તે જાયફળ, જાવત્રી, કેસર અને અફીણ સરખે ભાગે લઈ ઉમરડા (ગુલર) ના દૂધમાં વાટી ચણોઠી જેવડી ગોળી બનાવી, આખા દિવસમાં એકેક ગોળી ૩ વાર પાણી સાથે આપવાથી તે મટે છે. કાળા ધંતૂરાનાં બીજની સજીવન રાખ કરી, એટલે કોયલા બનાવી વાલ ૧, મધ સાથે ચટાડવાથી સોજાવાળો અતિસાર મટે છે. અતિવિષની કળી, ઇંદ્રજવ, પહાડમૂળ અને વાયવડિંગ એ સરખાં લઈ ચૂર્ણ કરી તેને માંથી વાલ છે અને આનંદભેરવની ગળી નંગ બે મેળવી, મધ સાથે ચટાડવાથી ઊલટીવાળે અતિસાર મટે છે.
For Private and Personal Use Only