________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અર્શ રેગ ૪૫૩ ગાળી તે પાણી પીવાથી ત્રણ દિવસમાં ફાટ મટી જશે. વળી
જ્યારે બેચાર મહિને ફાટ ઊભળી આવે ત્યારે એ પ્રમાણેનું હિમ બનાવી, દિવસમાં એક વાર સવારે ત્રણ દિવસ સુધી પીવું. જે મસામાંથી લેહી પડતું હોય પણ મસા બહાર દેખાતા ન હોય તે ઇંદ્રજવ, વાયવહંગ, લી બેલી, કાચકાની બીજ અને દિકામલી સરખે ભાગે લઈ તેની અ રૂપિયાભારની ફાકી ઠંડા પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી, લેહી પડતું અટકી જાય છે. જે ઝાડે જતાં મસા બહાર નીકળતા હોય અને હાથમાં પાણી લીધા પછી પાછા ઉપર ચડી જતા હોય, તેમ મસા બહાર રહેતા હોય અને તે ખૂની કે બાદી ગમે તે જાતના હોય તે, હરતાલ તોલા બે ને પ્રથમ ખૂબ બારીક વાટી, તેમાં ચે કા તેલા ચાર ઉમેરી વાટવું. પછી છ તેલા ઘીને સો વખત પાણીએ ધોઈને તેમાં તેને ખલ કરે. એટલે વધારાનું પાણી છૂટું પડી જશે અને મલમ તૈયાર થશે. તે મલમને રાખી મૂકે. જ્યારે જરૂર જણાય ત્યારે બહારના મસા ઉપર તે મલમ પડે અને અંદરના મસા હોય તે મસા બહાર આવે ત્યારે એ મલમ ચેપડી, મસા ચડાવી દેવા. એ મલમથી મસા કરમાઈ જાય છે અને પાછા ભરાતા નથી. જે ખૂની કે બાદી મસા થયા હોય, લેહી પડતું હોય અથવા ન પડતું હોય તે વળતું સરણું લાવી તેને છેલીને છીણીને તડકે સૂકવવું. પછી તેને બાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ કરી મૂકવું. એટલું યાદ રાખવું કે આ ચૂર્ણ જીભને કે ગળાને લાગે તે જીભ અને ગળામાં અસહ્ય વેદના થાય છે, તે જ્યાં સુધી લીંબુની, દહીંની કે હીમજી હરડેની ખટાશ જીભને ન લગાડીએ ત્યાં સુધી મટતી નથી. એવું જોખમ ભરેલું આ સૂરણ છે. એટલા માટે અંગ્રેજી દવા વેચનારાઓને ત્યાં “એપ્ટી કેસુલ” નામની જીલેટાઈનની બનેલી
For Private and Personal Use Only