________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
.
.
.
.
આપવા પડે છે. કેટલીક વાર એકલા આનંદભૈરવની બબે ગોળી, દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી આરામ થાય છે. પરંતુ જે પાતળા ઝાડા સાથે આમ, જળસ કે લેહી પડતું હોય અથવા એકલો આમાતિસાર (પ્રવાહિકા) થ હોય અથવા તે સાથે મરડાથી પિટમાં અમળાટ થતો હોય તેવા વખતમાં માથું ફળ અર્ધ ઘસવું, સુખડ બે આનીભાર ઘસવી, જાયફળ બે આનીભાર ઘસવું; તેમાં સાકર ચાર આનીભાર નાખીને પાણીમાં મેળવી, ચાર તેલાને આસરે પાણું બનાવવું. તે પાણી સાથે દાડિમાષ્ટકની બબ્બે ગોળી અથવા આગળ કહેલી મરડાની ગેળીમાંથી બબ્બે ગોળી અથવા મદનકામેની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર આપવાથી માત્ર ત્રણ દિવસમાં જ આમ, લેહી, જળસ, મરડો, પેઢુનું શૂળ અને ગુદાની ફાટ નરમ પડી જાય છે. ઉપર પ્રમાણે રોગીની પ્રકૃતિને જોઈને ઉપર લખેલાં એસડે પૈકી જેમ ધ્યાનમાં આવે તેમ ચેજના કરવાથી સંગ્રહણી તથા અતિસારના રોગીઓ સારા થાય છે. પરંતુ અમારો અનુભવ એવો છે કે, સંગ્રહણી તથા અતિસારના રોગીને ગ્રહણકપાટરસ, અગસ્થિ સૂતરાજરસ વગેરે શાસ્ત્રમાં લખેલા ઘણા રસો પિકી, જે રસોમાં અફીણ, ધંતૂરાનાં બીજ, ભાંગ જેવાં નશાવાળા અને ઝાડાને તુરત બંધ કરનારાં વસાણાં આવ્યાં હોય તેવા રસ આપવા નહિ. જે તેવા રસ આપવામાં આવશે તો તે રેગીને બે દિવસ, ચાર દિવસ કે આઠ દિવસ ઝાડે બંધ રહી, પછી એકદમ છૂટી જશે. ઝાડે બંધાવાથી રોગનું પાણી પચશે, નહિ તે તે રોગીને સજા આવશે. અફીણ વગેરેની ગરમી ગુદા ઉપર આવી જવાથી ગુદામાં દાહ બળશે અને જે આવશે. એટલા માટે કઈ પણ જાતના નશાવાળા પદાર્થો સંગ્રહણીઅતિસારના ઝાડા બંધ કરવા માટે અમે વાપરતા નથી. સંગ્રહણ અને અતિસારમાં મળને તથા અન્નને પચાવનારી પાચક દવાઓ
For Private and Personal Use Only