________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ
-
-
-
-
-
-
-
-
-
-
-
પણ એટલું યાદ રાખવાનું કે, ઉપર લખેલા બે તોલા વરખમાં કસર કરવી નહિ, પણ ગળી પર ચડાવવાના એક તોલો વરખ જુદા લાવવા. આ ગોળીનું નામ અમે મદનકામેશ્વર રાખ્યું છે. - મંગુસ્તાનનું ફળ –આ ફળે પરદેશથી સૂકાં બીલા જેવાં આવે છે અને ગાંધીને ત્યાં વેચાય છે. તે ફળને લાવી છાલ, બિયાં અને ગર્ભ સાથે ખાંડી વસ્ત્રગાળ કરી, શીશીમાં ભરી રાખવું તેનું નામ મંગુસ્તાન છે. - જીરકાદિદકા-જીરું તેલા બત્રીશ, શેકેલી ભાંગતેલા સેળ, લોહભસ્મ તેલા સેળ, બંગભસ્મ, અબ્રકભસ્મ, વરિયાળી, તાલીસપત્ર, જાવંત્રી, જાયફળ, ધાણા, હરડાં, બહેડાં, આમળાં, તજ, નાગકેશર, એલચી, તમાલપત્ર, લવિંગ, શિલાજિત, સુખડ, રતાં જળી, જટામાંસી, રાતી દ્રાક્ષ, પડકચૂરો, ફુલાવેલે ટંકણખાર, શેરી લેબાન, જેઠીમધ, વાંસકપૂર, ચિનીકબાલા, વાળે, સૂંઠ, મરી, પીપર, ધાવડીનાં ફૂલ, બીલીને ગર્ભ, સાદડાની છાલ, સુવા, દેવદાર, બરાસકપૂર, માલકાંકણી, જીરું, ચરસ, કડુ, કમળકાકડી, એ સર્વને સરખે ભાગે એકેક તેલ લઈ ચૂર્ણ કરી ઉપરના જીરું તથા ભાંગના ચૂર્ણમાં મેળવી, સર્વથી ચેાથે ભાગે સાકર મેળવી, જોઈએ તેટલું મધ નાખીને અકેક તેલાની ગેળી બનાવી, એક ગેળી સવારના પહોરમાં જ ખાય અને ઉપરથી ટાઢું પાણી પીએ, તે સર્વ પ્રકારની સંગ્રહણી, આમ, પિત્તદેષ, મંદાગ્નિ, રક્તાતિસાર, અતિસાર, વિષમજવર અને શબ્દ સહિત ઘેર ગંભીર અમ્લપિત્તજ દેશ, આ સર્વ પ્રકારના ઉદરરોગ તેમજ અતિસાર, સંગ્રહણી, વાત, પિત્ત, કફ કંકજ અને સન્નિપાત સંગ્રહણી, કઠાના વિકાર, શૂળ, અરુચિ, એ સર્વને મટાડે છે. એ પ્રમાણે ભૈષજ્ય રત્નાવલિમાં લખેલો પાઠ છે. પરંતુ નબળા શરીરવાળા અને આપણું ગુજરાતના મનુષ્યોથી એક તેલે પાક હજમ
For Private and Personal Use Only