________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અરેગ ૪૩૫ એમ જાણવું. અતિસારના રોગમાં ત્રિદોષને શેકને અને ભયને અતિસાર થયે હેય, તે તે અસાધ્ય ગણાય છે, કારણ કે જ્યાં સુધી તેના રોગનું કારણ સમજાય નહિ અને સમજાયા પછી પણ તે કારણે દૂર થાય નહિ, ત્યાં સુધી એકલા ઔષધથી શેકાતિસાર અને ભયાતિસાર મટતા નથી. તેવી રીતે સન્નિપાતાતિસારમાં ત્રણે દેષ કેપેલા હોવાથી વાયુને સમાવીએ તે પિત્ત અને કફને
અતિયોગ થાય. પિત્તને સમાવીએ તે ફને વાયુના સ્થાનમાં મિથ્યાગ થાય અને કફને સમાવવા જઈએ તે, પિત્તને અતિ
ગ થાય. એટલે વાયુને હીનાગ થઈ જાય, જેથી એ ત્રિદેષનું શમન થતું નથી અને રેગી જીવતું નથી. એટલા માટે વાતાતિસાર, પિત્તાતિસાર અને ક્ષતિસારના ઉપાય કરવા, પણ તે સાથે વૈદે એવી સાવચેતી રાખવી કે, આ રેગ ભયંકર છે એમ કહીને રેગીના મનમાં ભય કે શેક ઉત્પન્ન થાય નહિ; એટલું જરૂર ધ્યાનમાં રાખી ચિકિત્સા કરવી જેથી તે રેગી જરૂર સારે થશે. માધવનિદાનશાસ્ત્રમાં અતિસારના છ ભાગ પાડેલા છે, પણ જેમાં ભયાતિસારને ઠેકાણે આમાતિસાર તથા સાતમે રક્તાતિસાર લખેલે છે અને અમે આમાતિસાર તથા રક્તાતિસાર લખ્યા નથી તેનું એનું કારણ એવું છે કે, એકંદરે જોતાં પ્રથમના ચાર પ્રકારને અતિસાર, એ આમાતિસારજ છે અને રક્તાતિસાર પિત્તાતિસારમાં સમાઈ જાય છે જેથી તેના જુદાં સ્વરૂપ લખવાં એ અમે દુરસ્ત ધાર્યું નથી. પરંતુ જે વૈદ્યરાજને ભયાતિસાર કાઢી નાખી આમાતિસારને છઠ્ઠો તથા રક્તાતિસારને સાતમે ગણુ હોય તે તેમાં અમને કાંઈ હરકત નથી. અતિસાર તથા સંગ્રહણીના સ્વરૂપમાં વધારે ફેર જણાતું નથી. એટલા માટે સંગ્રહણીનું વર્ણન આ સાથે કરીને પછી તેની ચિકિત્સા ઉપર આવીશું, કારણ કે જેમ અતિસાર અને સંગ્રહણીના લક્ષણમાં બહુ ફેર જણાતો નથી,
For Private and Personal Use Only