________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
અતિસાર, સંગ્રહણી તથા અશરેગ ૪૪૧ થાય નહિ, ત્યાં સુધી તેને અન્ન આપવામાં આવે, તે તે અન્ન પાચન નહિ થતાં, કાચું ને કાચું નીકળી જાય છે અને વાસી રહે તે તે પિટમાં સડી, આંતરડાને સડાવી નાખે છે. એટલા માટે અતિસાર અને સંગ્રહણીના રોગીને પિત્તના દાહથી પડેલી ચાંદી રૂઝવવાને માટે તથા આંતરડાંમાં પાચક રસ ઉત્પન્ન કરવાને માટે તે રેગીને જેમ બને તેમ છાશ ઉપર રાખ. પરંતુ વર્તમાનકાળમાં છાશના ગુણદોષ જાણ્યા વિના અને અતિસાર તથા સંગ્રહણીમાં ક દેષ વધારે બગડેલો છે તેનું નિદાન કર્યા વિના, જે વૈદ્યો “કેવળ છાશ પીઓ” અથવા “છાશ ઉપરજ રહે” એવો બોધ કરે છે, તેઓ એક જાતની ભૂલ કરે છે. એટલા માટે અમે પ્રથમ છાશનું વિવેચન કરીએ છીએ.
સુશ્રુતે ઘોળ, મથિત, ઉદસ્વિત અને તક એ રીતે છાશના ચાર ભેદ કહેલા છે. પાણી નહિ નાખતાં ઉપરના ચીકાશવાળા ભાગ સહિત વલોવેલું દહીં ઘોળ કહેવાય છે. ઉપરને ચીકાશવાળો ભાગ કાઢી નાખી, પાણી નાખ્યા વગરજ લેવેલું દહીં મથિત કહેવાય છે. અરધું પાણી નાખીને લેવેલું દહીં ઉદસ્વિત કહેવાય છે અને ચારગણું પાણી નાખી લેવેલું દહીં તક્ર (છાશ) કહેવાય છે. ઘેળ વાયુ તથા પિત્તને હરનાર છે, મથિત કફ તથા પિત્તને હરનાર છે, ઉદસ્વિત કફ કરનાર છે, બળ આપનાર છે અને શ્રમને મટાડવામાં ઉત્તમ માનેલું છે. તક નામની છાશ દસ્તને રોકનાર છે, તૂરાશ, ખટાશ તથા મીઠાશવાળી છે, તેથી અગ્નિને પ્રદીપ્ત કરનાર છે, હલકી છે, ઉષ્ણવી છે, બળ આપનાર છે, મિથુનશક્તિને વધારનાર છે, તૃપ્તિ આપનાર છે અને વાયુને નાશ કરનાર છે. તક નામની છાશ સંગ્રહણી આદિ રેગવાળાને પથ્ય. છે; ખાટી હેવાથી વાયુને હરનાર છે તાજી હોવાથી દાહને શાંત કરે છે; પાકમાં મધુર છે, પણ અત્યંત પાન કરવાથી પિત્તને કેપાવનાર
For Private and Personal Use Only