________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨ થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે છે. તૂરી હોવાથી, ઉષ્ણવીય હોવાથી, સાંધાઓને શિથિલ કરનાર હેવાથી તથા રૂક્ષ હોવાથી કફને પણ મટાડનાર છે. એકંદરે છાશ પુષ્ટિ તથા બળ આપનાર છે. એટલા માટે જુદા જુદા દેના ઉપદ્રવમાં જુદા જુદા અનુપાન સાથે છાશ આપવાથી ઘણે ફાયદો થાય છે. વાતાતિસાર તથા વાતસંગ્રહણીમાં સિંધવ નાખેલી ખાટી છાશ ઉત્તમ છે. પિત્તાતિસાર તથા પિત્ત સંગ્રહણીમાં ખટમધુરી તથા સાકરવાળી છાશ ઉત્તમ છે અને કફાતિસાર તથા કફસંગ્રહણીમાં સૂઠ, મરી, પીપર અને સિંધવનું ચૂર્ણ નાખેલી છાશ ઉત્તમ છે. હિંગ તથા જીરાને વઘાર કરી, જેમાં સિંધવનો ભૂકે ભભરાવ્યો હોય એવી ઘેળ નામની છાશ, સંગ્રહણીને, હરસને અને અતિસારને હણે છે, તેમજ વાયુને હરવામાં ઉત્તમ છે, રુચિ ઉપજાવનાર છે, પુષ્ટિ આપનાર છે, અને માટે સારી છે અને મૂત્રાશયના શૂળને મટાડનાર છે. કાચી છાશ કેઠાના કફને તેડે છે અને કંઠમાં કફ કરે છે. સળેખમ, શ્વાસ અને ઉધરસ આદિ રેગામાં પાકી છાશને ઉપગ કરે સારે છે. સંગ્રહણી તથા અતિસારના રેગી સિવાય ઉનાળામાં કેઈને છાશ આપવી નહિ, તેમજ ક્ષતવાળાને, દુબળને, મૂછોવાળાને, ભ્રમવાળાને દાહવાળાને અને રક્તપિત્તના રેગવાળાને પણ છાશ આપવી નહિ. તક નામની છાશનું સેવન કરનાર માણસ કદી પણ વ્યથા પામતે નથી અને તે છાશથી બળી ગયેલા રોગ કદી પણ પાછા ઉત્પન્ન થતા નથી. જેમ સ્વર્ગમાં અમૃત દેવતાઓને સુખ આપનાર છે, તેમ છાશ પૃથ્વીમાં મનુષ્યને સુખ આપનાર છે. ઘણી વાર એવું જેવામાં આવ્યું છે કે, રોગીને છાશ આપ્યા પછી તેને હાડકામાં દુખા, છાતીમાં દાહ અને ગળામાં કફ ઉત્પન્ન થાય છે. તેવા વખતમાં સૂઠ, જીરું, શેકેલી હિંગ, રાઈ અને સિંધવનું ચૂર્ણ બનાવી, છાશમાં સ્વાદ ઉત્પન્ન થાય તેટલું મેળવી, રોગીને
For Private and Personal Use Only