________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
આવેલ હતું, તેઓને કુદરતી રીતે ખાધાપીધા વિના લંઘનના બળથી તાવ ઊતર્યો, ત્યારે મહામુસીબતે કૂવેથી પાણી ભરી લાવી પિતાના કુટુંબને પાણી પાવાને શક્તિમાન થયા. એવી મુસીબત વાળે તાવ જે કે શાસ્ત્રમાં લખેલે છે; પરંતુ છેલ્લાં પચાસ વર્ષના અરસામાં ઘણું કરીને હિંદુસ્તાનમાં આ તાવ આવ્યો હોય એવું કેઈના જાણવામાં આવ્યું નથી.
આ પ્રમાણે હવામાં ફેરફાર થયે અને શરદઋતુમાં વસંતબતને મિથ્યાગ થયે, એટલે શરદઋતુમાં પાતાં આદુ, મરચાં, લીંબુ અને કાચકોને પાક ઓછો થઈ ગયે; તેને ઠેકાણે આંબાના ઝાડને મેર અને કેરીઓ લાગવા માંડી, તે જોતાં જ અમને સમજાયું કે, તુને ભયંકર મિથ્યાગ થયા છે; તેથી ભયંકર વિકૃતવર ઉત્પન્ન થશે. એટલા માટે અમારા જાણીતાઓમાં અમે ઉપદેશ કરવા માંડ્યો હતું કે, આ શ્રાદ્ધપક્ષમાં શ્રાદ્ધની ક્રિયા કરવી પણ શ્રાદ્ધનું જમણુ કોઈએ જમવું નહિ. જે બની શકે તે બે મહિના સુધી રાત્રે અલ્પ આહાર કરશે. આવી આવી અનેક પ્રકારની સૂચનાઓ આપતા હતા અને ભાદરવા માસની શરૂઆતથી જ તાવે ભયંકર રૂપમાં દેખાવ દીધો.
જે દરદીઓને તાવ આવતાં જ અમારી પાસે આવ્યા તેઓને પ્રથમ લંઘન કરાવ્યું, એટલે જે તેમને રુચિ હોય તે આદુ, કાળાં મરી, ફુદીને અને તુલસીનાં પાતરાંને ઉકાળો કરી તેમાં દૂધ નાખી, ચાના રૂપમાં દિવસમાં બેચાર વાર આપવાનું કહેતા અને એ સિવાય બીજે તમામ ખોરાક બંધ કરવામાં આવતું હતું, અને તેની સાથે દિવસમાં ત્રણ વખત “શીતભંજી રસની બબ્બે ગેળી બે દિવસ લગી આપવામાં આવતી હતી. એ શીતભંજી રસની ગોળી આપવાથી રોગીને ઘડીમાં ટાઢ અને ઘડીમાં તાપ લાગતું હતું તે બંધ થઈ તાવ કબજામાં આવતા હતા. તે પછી
For Private and Personal Use Only