________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અરગ ૪૩૧ અને ઝાડાનું સુકાઈ જવું, એટલા વિકારે થાય. અર્થાત્ એક કામના વિકારથી આખા શરીરમાં ચાલતી ત્રિદોષની વ્યવસ્થામાં અવ્યવસ્થા થવાથી શરીર રોગી બની જાય છે. તે પ્રમાણે ધનની, પુત્રની તથા કીતિની મિથ્યા ઈચ્છાથી શરીરના જુદા જુદા ભાગોમાં જે જુદી જુદી અવ્યવસ્થા થાય છે, તેથી શરીરના જુદા જુદા ભાગોમાં પ્રાધાન્ય ભેગવતા, આખા શરીરમાં પીડા ઉત્પન્ન કરતા અને જગતમાં દેખાતા તમામ રોગો ઉત્પન્ન થાય છે. આથી સમજવામાં આવશે કે, ખાન અને પાનના હીન, મિથ્યા અને અતિ
ગ કરતાં અંતઃકરણના હીન, મિથ્યા અને અતિવેગથી જે રોગ ઉત્પન્ન થાય છે, તે કષ્ટસાધ્ય અથવા અસાધ્ય નીવડે છે. મિથ્યા આહારવિહારના, હીન, મિથ્યા અને અતિયોગથી જે રે ઉત્પન્ન થાય છે, તે રેગોને ચિકિત્સકે મટાડી શકે છે, પરંતુ વાસનાલિંગના હીન, મિથ્યા અને અતિવેગથી જે ઉત્પન્ન થાય છે, તેને કોઈ પણ ચિકિત્સક મટાડી શકતા નથી. પરંતુ ભૌતિકશાસ્ત્ર અને માનસશાસ્ત્ર જાણનારા ચિકિત્સક ઘણી વાર કઈ કઈ જાતની ચિકિત્સાની પદ્ધતિ ગોઠવે છે. તેથી મનુષ્યને વિચારોનું પરિવર્તન થવાથી તે રેગો થડે કે ઘણે અંશે શાંત થતા દેખાય છે, પણ તદ્દન મટી જતા તે નથી જ. એટલે હવે આપણે જે આગળ વિચાર કરવાને રહ્યો છે, તે માનસિક શરીરના વિચાર દ્વારા અને સ્થળ શરીરના ખાનપાન દ્વારા કયા કયારેગે, કયાં કયાં લક્ષણાવાળા, કયાં કયાં સ્થાનમાં, કયા કયા ઉપદ્રવો પેદા કરે છે અને શરીરને રોગગ્રસ્ત બનાવીને પીડા કરે છે, તેનું વર્ણન કરવામાં આવશે.
અતિસાર -હદ કરતાં વધારે ખાવાથી અથવા ઘણા ભારે પદાર્થોનું સેવન કરવાથી, ઘણું ચીકણા પદાર્થો ખાવાથી, ઘણા તીખા, અતિ ગરમ અને અતિ ડંઠા પદાર્થો ખાવાથી, અજીર્ણમાં
For Private and Personal Use Only