________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
વર્ષા, શરદ અને હેમંતનું દક્ષિણાયન અને શિશિર, વસંત તથા ગ્રી ધમનું ઉત્તરાયણ બરાબર બંધબેસતું આવે. - હવે કઈ નતુ ક્યારથી શરૂ થાય છે, તે બાબતને નિર્ણય કરતાં એટલું જાણવાનું કે જે તિથિએ જ્યોતિષશાસ્ત્રના પંચાંગ પ્રમાણે જે તુને ઉદય થયે હેય તે તિથિએ તે બાતુને ઉદય થયેલે જણાતો નથી. એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે. કારણ કે મકરસંક્રાંતિથી જ્યારે ઉત્તરાયણ થાય; એટલે સૂર્ય ઉત્તર દિશા તરફ જતો દેખાય તે વખતથી એકેકમિનિટ અથવા અમુક સમય દિવસ વધતું જાય અને રાત્રી ઘટતી જાય, તેમ કક સંક્રાન્તિ અથવા દક્ષિણાયન જયારથી શરૂ થાય, ત્યારથી દરરોજ એ કેક મિનિટ અથવા અમુક સમય દિવસ ઘટતું જાય અને રાત્રી વધતી જાય. આ વાતમાં કઈ પણ આચાર્યને મતભેદ નથી. તેમ પ્રત્યક્ષ પ્રમાણથી ઉત્તરાયણ અને દક્ષિણાયન નક્કી કરી શકાય છે. અને એ કેક અયનમાં ત્રણ ત્રણ હતુ આવે છે એ વાત નિર્વિવાદ છે. આપણે એટલા ઉપરથી નકકી વિચાર પર આવીશું કે
તિષશાસ્ત્રમાં લખેલી વર્ષા, શરદ અને હેમંત એ ત્રણ ઋતુઓ દક્ષિણાયનની છે અને શિશિર, વસંત અને શ્રીમ એ ત્રણ ત્રાઓ ઉત્તરાયણની છે. ઉત્તરાયણની શરૂઆતથી દિવસ લાંબા થવા માંડે છે અને રાત્રી ટૂંકી થવા માંડે છે તેમ દક્ષિણાયનની શરૂઆતમાં દિવસ ટૂંકા અને રાત્રી લાંબી થવા માંડે છે. પરંતુ એ નિયમ તપાસતાં
તિષશાસ્ત્રાનુકૂળ પંચાંગને જોતાં એમ જણાય છે કે પંચાંગમાં લખેલી જે તિથિએ ઉત્તરાયણ થવાનું હોય છે તે તિથિ પહેલાં ૨૧ દિવસ અથવા ૨૩ દિવસ પહેલાંથી દિવસ વધતે અને શત્રી ઘટતી જણાય છે. એટલે આ ઉપરથી પંચાંગમાં લખેલી તથિએ ઉત્તરાયણ અથવા દક્ષિણાયન થતું નથી એ વાત સિદ્ધ થાય છે.
આ તકરારને નિકાલ લાવવા માટે જતિષશાસ્ત્રના પૂણવત્તા
For Private and Personal Use Only