________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ભાગ, શુદ્ધ વછનાગ એક ભાગ, શુદ્ધ મનસીલ એક ભાગ, સુવ
માક્ષિક ભસ્મ એક ભાગ, ફુલાવેલે ટંકણ એક ભાગ, સૂંઠપીપર બે ભાગ અને મરી દશ ભાગ લઈ, પારા-ગંધકની કાજળી કરી, તેમાં બીજાં વસાણાં નાખી, બારીક ખરલ કરે એટલે કલપતરુ રસ તૈયાર થાય છે. આ રસમાંથી એક વાલ અથવા અર્થે વાલ કફ જવરમાં આપવાથી, ખાંસી, શ્વાસ, હાંફણસહિત તાવને મટાડે છે. જે કઈ માણસના દાંત બંધ થઈ ગયા હોય અને મૂછ આવી હોય તે આ રસમાંથી એક ચપટી લઈ, નાકમાં ફેંકવાથી દાંત ઊઘડી જાય છે અને શુદ્ધિ આવે છે. કફ જવરમાં હૃદયમાં શૂળ મારતું હોય તે હરણનાં આખાં શિંગડાં લઈ, તેના બબ્બે આંગળના કટકા કરી, સંપુટમાં મૂકી, કપડમટ્ટી કરી, ગજપુટ અગ્નિ આપી, સ્વાંગ શીતળ થાય એટલે કાઢી લેવું. તેની કાળી ભસ્મ થશે તે વાટી, શીશીમાં ભરી મૂકવી. તેમાંથી એક વાત દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવાથી શૂળને મટાડી દે છે. તેમ છતાં જે કફ જવર ચડ્યા સિવાય હૃદયમાં ભયંકર શૂળ મારતું હોય તે એ “મૃગશુગ પુટપાક? એક વાલ ઘી સાથે ચટાડવાથી હૃદયના શૂળને તરત મટાડે છે. તે જ પ્રમાણે સાબરનાં શિંગડાં લાવી, તેના બબ્બે આંગળના કટકા કરી, માટીના વાસણમાં મૂકી, તેનું મુખ બંધ કર્યા વિના ગજપુટ અગ્નિ આપવાથી તેની સફેદ ભસ્મ થશે. તે ભસ્મને ઝીણી વાટી, આકડાના દૂધમાં પલાળી તેની ટીકડીઓએ બનાવી, તડકે સૂકવી, ફરીથી વાસણમાં ભરી ગજપુટ અગ્નિ આપી, સ્વાંગ શીતળ થાય એટલે બિલકુલ ઠંડું પડ્યા પછી વાટી, શીશીમાં ભરી મૂકવી. એમાંથી જે રોગીના પાસાંમાં શુળ મારતું હોય અથવા જે રોગી લવાર કરતે હોય કે જેને કફ સુકાઈ ગયે હોય, તેવા રેગીને આદુનો રસ અને મધ મેળવી, તેને જરા ગરમ કરી, આ “સાબરભમ ની
For Private and Personal Use Only