________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
એ કફનું સ્થાન છે, બરડો એ પિત્તનું સ્થાન છે અને પેટ એ વાયુનું
સ્થાન છે. તેમાં રહેલા વિકારે પારકી જગ્યા પર જવાથી તેને મિથ્યાગ થઈ, તૃતીયકવર તથા ચાતુથિકવર ઉત્પન્ન કરે છે. હવે એકબીજાના સ્થાન પર વિકારો શા માટે જાય છે, એ પ્રશ્ન કર નહિ; કારણ કે સ્થાનને નિયમ પ્રકૃતિસ્થ વિકારોને માટે છે. પણ એ વિકાર જે બીજા વિકારે પેદા કરે છે, તે વિકારે તે આખા શરીરમાં ફરતા ફરે છે. ચાતુર્થિક વરમાં કફને વિકાર વધારે હોય, તે તે જાંઘમાંથી પેદા થઈ આખા શરીરમાં ભરાઈ બેસે છે અને જે વાયુને વિકાર વધતું જાય તે, પહેલાં માથામાં દુખા થઈ પછી આખા શરીરમાં તાવ ભરાય છે. આ પાંચ પ્રકારના તા અથવા ચાર પ્રકારના તે ઘણું કરીને સન્નિપાત જ્વરમાંથી થાય છે, એ ચરકને મત છે. હારિતાચાર્ય કહે છે કે, ચાતુર્થિક તાવમાં પિત્તને અતિગ મુખ્ય હોય છે, છતાં આ વિષમજ્વરની ઉત્પત્તિ, વૃદ્ધ સુશ્રુતમાં જે લખી છે, તે મુજબ કફનાં પાંચ સ્થાન છે, જેમાં વિકારને સંચય થવાથી તાવ આવે છે. આંતરડાં, હૃદય, ગળું, કંઠ, માથું અને સાંધા એ પાંચ સ્થાન ગણ, જે વિકાર આંતરડાંમાં જાય છે, તે સંતત એક દિવસમાં બે વેળા આવે છે. હૃદયને વિકાર જે આંતરડાંમાં આવે છે, તે તેથી અન્ય દુષ્કવર એક વેળા આવે છે, કંઠને વિકાર એક દિવસે હૃદયમાં આવે છે અને બીજે દિવસે આંતરડામાં પ્રવેશ કરે છે, જેથી એકાંતરિ તાવ આવે છે. આ પ્રમાણે માથાને વિકાર કંઠ, હૃદય અને આંતરડાંમાં ત્રણ દિવસ દરમિયાન કમથી આવી, ચેથિયા તાવને ઉત્પન્ન કરે છે અને જે દિવસે તે પાછા ફરી પિતાના સ્થાનમાં જાય છે તે દિવસે પ્રલેપકવર આવે છે. આ જવર પણ વિષમજવરની જાતને છે, કારણ કે તેની ઉત્પત્તિ પણ કફના સ્થાનમાંથી છે અને તે વાતને સુશ્રુત પણ કબૂલ રાખે છે. ચાથિયા તાવથી
For Private and Personal Use Only