________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
...
આ
૩૮૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૨. એકાંતરિ, એથિ તથા ટાઢિયે તાવ જે જે ક્કસ વખતે આવે છે તે આવતું હોય, ત્યારે તેની એક કલાક અગાઉ ૧ પિસાની ભાગ લઈ તેમાંથી બિયાં વગેરે કચરે કાઢી નાખી તેમાં જરા પાણી નાખી, બારીક ઘૂંટવી ને લુગદી બનાવવી. પછી એ તેલા ગોળનું પાણી કરી તેમાં પેલી લુગદી નાખી, એકરસ કરીને દરદીને પાઈ દેવી. એથી દરદી વખતે ઘેનમાં પડશે, પણ બીજી વારીએ તાવ આવશે નહિ. એટલું ધ્યાનમાં રાખવું કે, ચેકસ વખતે ઠંડી સાથે તાવ આવતો હશે અને કલાક આગળ આ દવા અપાઈ હશે તેને જ ફાયદો કરશે. ઊંઘમાંથી ઊઠે ને જે દરદી ખાવા માગે, તે તેને મગજ તર થાય અને પાચન થાય તે રાક આપ. આ ઉપાયથી સેંકડો દરદીઓ સારા થાય છે.
ર૭–કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા સર્વજવર-કિવનાઈન તેલ ૧, ગુંદર બે આનીભાર, કપૂર બે આનીભાર, અમૂળની છાલ તોલે છે, એ સર્વની પાણીમાં તુવેરના દાણા જેવડી ગોળીઓ વાળવી. સવાર, બપોર ને સાંજ એકેક ગોળી પાણીમાં ગળાવવી.
૨૮–વૈધ કૃષ્ણારામ ભવાનીશંકર-ભાવનગર ૧. કડુ, જવખાર અને અતિવિષની કળી એનું બારીક ચૂર્ણ કરી, આદુના રસમાં દિવસમાં ત્રણ વાર આપવાથી જે તાવમાં બાદી વધારે હોય અને તાવ જેરમાં ચડેલ હોય તેમાં સારું કામ કરે છે.
૨, હરડે, સિંધવ અને કડુ આ ત્રણનું ચૂર્ણ આદુના રસમાં આપવાથી ઉપર પ્રમાણે કામ કરે છે, પણ બાળકોના તાવમાં એ ઘણું જ ઉપયોગી થઈ પડ્યું છે.
For Private and Personal Use Only