________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષસિદ્ધાંત
૨૯૭
-
-
-
-
-
-
૩૩-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી અજમોદ, વાવડિંગ, સૂંઠ, પીપર, પીપરીમૂળ, હરડે, મરી, વરધારો, દેવદાર, આસન, તજ, તમાલપત્ર, લવિંગ, સિંધવ, અને કલગરે, ચીનીકબાલા અને રાસાની અજમે, એ સર્વે ખાંડી કપડછાણ કરી, માળવી ગેળમાં બોર જેવડી ગોળીઓ બનાવી, પ્રભાતે એક ગોળી ખાવાથી ભૂખ લાગે છે તથા પેટને વાયુ મટે છે તેમજ તાવ પણ જાય છે.
૩૪–વ નરસિંહભાઈ માધવભાઈ-કાર ૧. શખભસ્મને આકડાના દૂધમાં પલાળી ત્રણ ગજપુટ આપવા. પછી તેમાંથી ૧ વાલ મધ સાથે આપવાથી તાવ જાય છે,
૨, શંખભરમ ૧ ભાગ, હરતાલ ૧ ભાગ અને મોરથુથુલ મેં ભાગ લઈ, સને કુંવારના રસમાં ખલ કરી ગજપુટ અગ્નિ આપી, દરદીનું બળ તપાસી સાકરના પાણીમાં આપવાથી તાવ જાય છે. દૂધ અને ભાત ખવડાવવો.
૩. ઝેરકશૂરાને ખાંડી ચૂર્ણ કરી, પછી નાઈ અને કડુ એ બેઉને રસ એકેક શેર લઈ, તેમાં ફુલાવેલી ફટકડી અને પકાવેલો સૂર ખાર મેળવી ખૂબ ખલ કરો. ત્યાર પછી કલાઈના વાસણમાં ઠરવા દેવું, એટલે તડકે મૂકવું. ગોળી બનવા જેવું થાય ત્યારે ગેબી બનાવવી. આ ગેળએ દરાખના પાણીમાં અથવા સાકરના પાણીમાં આપવાથી તાવ જાય છે.
૪. કા, કપુર અને સૂરખાર, સમભાગે લઈ મધમાં બબ્બે રતીની ગળી વાળવી.દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ જાય છે.
પ. ધેલી હરતાલ અને ચૂને મેળવીને અકેક રતીની ગાળી બનાવવી. એક જ ગોળી સવારમાં આપવી. રેગીને દૂધભાત કે
For Private and Personal Use Only