________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
દિવેલમાં તળેલા ઝેરકચૂરા તેલા ૨, એ ત્રણેને બારીક ખલ કરી, મધ મેળવી, વટાણા જેવડી ગળી વાળી, ઘાપણના ભૂકામાં રગદેળી રાખી મૂકવી. એ ગળી નાના છોકરાને અકેક અને મેટાને બબ્બે, દિવસમાં ૨ થી ૩ વાર પાણી સાથે આપવાથી વિષમજવર, સતતજવર તથા મગજે ચડી ગયેલે તાવ ઊતરે છે અને આમને પચાવી ભૂખ લગાડે છે.
૭. મદનમંજરી ગુટિકા -આમળાં, શેકેલે ઝેરકસૂરે, પીપર, ગળોસત્વ અને લેહભસ્મ, એ તમામ વસ્તુ સમભાગે લઈ, બારીક વાટી, મધમાં વટાણા જેવડી ગળી વાળી. ઘાપણના ભૂકામાં રગદોળી રાખી મૂકવી, રેગની ઉમ્મર જોઈ એ કેક અથવા બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ગળાવવી. આ ગુટિકા મંદવાડ ગયા પછીની અશક્તિને દૂર કરી, વિર્યને વધારે છે, લેહીને સુધારે છે, ખાધું પચાવે છે અને તાવને કાઢે છે.
૮, જવરાદિ રસઃ-ગંધક, ધંતૂરાનાં બીજ, હરતાળ, વછનાગ, પારો, મરી અને મનસીલ, સમભાગે લઈ જુદી જુદી વાટ્યા પછી બધી ચીજો એકઠી કરી, કારેલીના રસમાં બે દિવસ ઘૂંટી, મોટા મગ જેવડી ગોળી વાળવી. એ એક ગોળી આદુના રસમાં આપવાથી સઘળા પ્રકારના તાવ ઊતરી જાય છે. એ ગોળીથી પેટનું ચડવું, શીતનું આવવું, જઠરાગ્નિની ન્યૂનતા અને કફને નાશ થાય છે.
૯ રાતે જવરાંકુશા-ટંકણું, મરી, પીપર, હિંગળક અને વછનાગને સરખે ભાગે લઈ, ઝીણાં વાટી આદાના રસમાં મોટા મગ જેવડી ગોળી વાળી છાંયે સુકાવી, એકથી બે ગોળી દિવસમાં ૩ વાર આદુના રસમાં કે મધમાં આપવાથી તાવ જાય છે.
૩-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧, ભૈરવ રસ-હિંગળક, વછનાગ, મરી, ટંકણખાર,
For Private and Personal Use Only