________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે કેક તેલ તથા નવસાર કુલ ૨ લા લઈ પ્રથમ પાર ગંધકની કાજળી કરી, પછી બે વસાણાં મેળવી ખલ કરે. આમાંથી એક પડીકું બે રતી પ્રમાણનું કરિયાતાના ઉકાળા સાથે અથવા આદુ, ફૂદીને અને તુલસીના ઉકાળા સાથે આપવાથી પસીને વાળી તાવને ઉતારે છે.
૬. રામબાણું ગુટિકાર-ઘીમાં તળીને શુદ્ધ કરેલે ઝેરકસૂરે તેલા ૧૦, પીપર તેલે ૧, પીપળામૂળ તેલે ૧, સૂંઠ તેલા પ, વાવડિંગ તેલા ૨, અતિવિષની કળી તેલે ૧, મરી તેલા ૨, હરડેદળ તેલ ૧, દૂધમાં શોધેલ વછનાગ તેલે ૧, લઈ સર્વેનું બારીક ચૂર્ણ કરી, ચેવલી પાનના રસમાં ૩ દિવસ ઘૂંટી વટાણા જેવડી ગોળીઓ વાળવી. આ ગાળી આદુના રસ સાથે દિવસમાં ત્રણ વખત એકેકી આપવાથી તાવ, તાવની પાછળની અશક્તિ, પેટની ચૂંક અને અજીર્ણના ઝાડાને મટાડે છે.
૭. જીર્ણજવર માટે ગળોસવ,પીપર અને સાકરનું સમભાગ ચૂર્ણ કરી તેમાંથી વાલ ૧ થી ૬ સુધી દિવસમાં બે વખત દૂધ સાથે આપવાથી એક મહિનામાં ગમે તે જીર્ણજવર મટી જાય છે અને ઘણું જ શક્તિ આવે છે. - ૮, રાતી ખૂબકલા (રાતી ખસખસ) લાવી, અડધી શેકી, અડધી કાચી રાખી, પછી બેઉ એકત્ર કરી તેમાંથી વધુમાં વધુ તેલ સાકર અથવા પાણી સાથે ફકાવવાથી જીર્ણજવર મટી જાય છે.
૯સફેદ જીરું (ઈસબગુળ) ૮ ભાગ, કુલાવેલી ફટકડી ૧ ભાગ, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં સમાય તેટલે ગેળ મેળવી ચણીબેર જેવડી ગોળી વાળવી. દિવસમાં ત્રણ વખત અકેક ગેળી આપવાથી, જીર્ણજવર, વિષમજવર, જે ખાંસી સાથે હોય તે મટે છે.
૧૦. પ્રવાળપિષ્ટિ મધ અને પીપર સાથે અથવા સાકર તથા
For Private and Personal Use Only