________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
ત્રિદોષ-સિદ્ધાંત દૂધ સાથે દરરોજ એક વખત આપવાથી જીર્ણજવરને મટાડી શરીરમાં શક્તિ લાવે છે.
૪–ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. સર્વજવર –મનસીલ, કળીચૂન અને અમલસારે બંધક સમભાગે લઈ, ઝીણો વાટી એક કૂલડીમાં ભરી, તેનું મેં બંધ કરી ૨૫ છાણાને અગ્નિ આપો. ઠંડું પડ્યા પછી ખરલમાં ખલ કરી સારી કાચની શીશીમાં ભરી લેવું. જેને દરરોજ તાવ આવતે હેય તેને આખા દિવસમાં ૧ ચખાપુરનું એકજ પડીકું મધમાં ચટાડવું. એકાંતરિયો તાવ આવતો હોય તેને એકેક ખાપુરનાં ત્રણ પડીકાં મધમાં આપવાં. ચેથિ તાવ આવતું હોય તેને એકેક ખાપુરનાં ચાર પડીકાં મધમાં આપવાથી તાવ જાય છે. આ પડીકાં સાકર સાથે પણું અપાય છે.
૨. કાચી ફટકડી ખાંડીને ત્રણ દિવસ લગી આંકડાના દૂધમાં પલાળી રાખવી. પછી તેને ઘૂંટીને તેની ટીકડી બનાવવી અને સરાવ સંપુટમાં મૂકી છાણાના અગ્નિને કુકુટપુટ આપ. પછી કેડિયામાં થી કાઢીને મા વાલને વજને પાનના રસમાં દિવસમાં બે વાર આપ વાથી તાવ જાય છે. તેમજ ઉધરસ પર પણ સારો ફાયદો થાય છે.
પ-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત ૧. સુદર્શન ચૂર્ણ ત્રિફલા, દારુહળદર, ભેંયરીંગણી, ષડકચેરી, સુંઠ, મરી, પીપર, પિપરીમૂળ, સૂકા મરવા, ગળો, ધાણા, અરડૂસે, કડુ, ત્રયમાણ, પિત્તપાપડે, મોથ, વાળ, લીમછાલ, પિપરમૂળ, જેઠીમધ, અજમે, અજમેદ, ભારંગ, ઇંદ્રજવ, સરગવાનાં બી, ઘેડાવજ, તજ, ફટકડી, સુખડ, અતિવિષ, બલબીજ, વાયવડિંગ, ચિત્ર, પટેલ, લવિંગ, ચવક, વાંસકપૂર અને
For Private and Personal Use Only