________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
આપવાથી તાવ ઊતરી જાય છે. કેટલાક દરદીઓને તે એકજ વાર આપવાથી ઊતરી જાય છે અને ત્રીજી વખત પાવાથી તે તાવ રહેતા જ નથી. આ દવાથી પસીને ખૂબ આવે છે, પેશાબ ખુલાસીને આવે છે ને લેહી સાફ થાય છે. ઈન્ફલ્યુએન્ઝા માટે આ દવા એ સો ટકા અકસીર નીવડી છે.
૧૬–વૈદ્ય નંદરામ પ્રાગજી પંડયા-નાગેશ્રી ૧, વાંકા-હરતાલ ૯ ભાગ, છીપનો ચૂને ૪ ભાગ, રથયું ૧ ભાગ; સર્વેને બારીક વાટી કુંવારના બામણા રસમાં ખલ કરી સરાવ સંપુટમાં ગજપુટ અગ્નિ આપી, બારીક પીસી શીશી ભરી લેવી. તેમાંથી ૧ ચણોઠીભાર ખાંડ સાથે આપ અને ઉપર દૂધભાત ખવડાવવાથી આઠે પ્રકારના તાવ જાય છે.
૨. સિદવરાંકેશ-પારે, વછનાગ, ગંધક, સેમલ, હરતાલ, ટંકણ, કેડીની ભરમ, ધંતૂરાનાં બીજ, સુંઠ, મરી, પીપર, ભાંગ, એળિયે એ સર્વ સમભાગે લઈ એક દિવસ આદુના રસમાં તથા એક દિવસ ઈદ્રવરણાના રસમાં ખરલ કરી, એકેક રતીની ગળી વાળવી. એક ગોળી સવારે તથા સાંજે દૂધમાં અગર ઠંડા પાણીમાં અથવા સાકર અને જીરાના અનુપાનમાં આપવી. સવિપાત ઉપર અર્ધા તોલા આદાના રસામાં આપવી. સાદા તાવવાળાને પથ્યમાં સાચેખાની કાંજી અથવા દૂધભાત આપવા સન્નિપાતવાળાને કેવળ બકરીનું દૂધ આપવું.
૩. એકાંતરિયે તાવ-ફટકડી ફુલાવી વાટી શીશીમાં ભરી મૂકવી. પછી જે દિવસે વારો ન હોય તે દિવસે વાલ ફટકડી, ૩ વાલ પતાસાંના ભૂકામાં આપવી. અરધા કલાક સુધી પાણી પીવા ન દેવું. એ રીતે ૩ દિવસ આપવાથી એકાંતરિયો તાવ જરૂર અટકી જાય છે. આ ઉપાયથી સેંકડે માણસના તાવ ગયા છે.
For Private and Personal Use Only