________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯,
ત્રિદોષ-સિદ્ધાંત પણ તે આવેલે વિષમજવર તે શાંત થશે જ નહિ. સન્નિપાતના રેગીને દેષના બળ પ્રમાણે ઉકાળેલું પાણી પાવું, તેમ પિત્તના દોષમાં ત્રણ ભાગ રહેલું, કફના દોષમાં બે ભાગ રહેલું અને વાયુના કેપમાં આઠ ભાગ રહેલું પાછું ઠંડું કરીને પાવું. આયુર્વેદ ભલામણ કરે છે કે, સન્નિપાતને લીધે તરસ લાગેલી હોય અને પડખામાં પીડા થતી હોય તથા તાળવું સુકાતું હોય, એવા રેગીને જે વૈદ્ય નહિ ઉકાળેલું ટાઢું પાણી પાય, તેને માણસના રૂપમાં યમરાજ સમજ. વાયુના તથા કફની અધિકતાવાળા રોગીને રૂક્ષ પદાર્થોથી બનાવેલો શેક કર. કેવળ વાયુથી જ થયેલા સન્નિપાત સિવાય બાકીના સન્નિપાતજવરમાં સ્નિગ્ધ (ચીકણા પદાર્થોથી બનાવેલો શેકનિષિદ્ધજ છે. માટે રૂક્ષદ રેતીને ઠીબમાં ગરમ કરી લુગડામાં તેની પોટલી બાંધી, તેના ઉપર કાંજી કે ખાટી છાશ છાંટી શેક કરે તે શેકથી વાયુ તથા કફના રોગને, માથાના શૂળને, અને શરીરની ત્રેડને આરામ થાય છે. એ રૂક્ષદ, સોને કૂણું પાડી, જઠરાગ્નિને તેના આશયમાં પહોંચાડી, વાયુ તથા કફના સ્તબ્ધપણને હરી લઈ જવરને મટાડે છે. સન્નિપાતના રેગીને તન્દ્રા (ઘેન) મોહ (બેભાનપણું) પ્રલાપ (લવારો) હોય તે તેને નસ્ય એટલે નાકમાં ઔષધ ફેંકવાની જરૂર છે. ચિકિત્સાના ગ્રંથમાં સન્નિપાતમાં નસ્ય આપવાના ઘણું પ્રાગે લખેલા છે, પરંતુ અમારા અનુભવ પ્રમાણે કાયફળનું છડું લાવીને, ખૂબ ઝીણું વાટીને રાખી મૂકી, તેમાંથી એક મગ જેટલે ભૂકે નાકમાં ફેંકવાથી ઘણું ફાયદો થાય છે. એ ભૂકાથી સાધારણ માણસને પ્રતિશ્યાય (સળેખમ) થયા હોય, નાકમાંથી પાણી ટપકતું હોય, વારે વારે નાક ખંખેરવું પડતું હોય, નાક બંધ થઈ જતું હોય, તે તેમાં એક જ વાર નાકમાં તપખીરની માફક સુંઘવાથી તરત ફાયદે થાય છે. સન્નિપાતના રેગીને નિષ્ઠીવન (થુંકાવ
For Private and Personal Use Only