________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
..
...
-
-
-
-
-
-
-
-
ત્રિદેષ-સિદ્ધાંત
૩૬૩ એકવીશ અથવા સત્તાવીસ દિવસ સુધી તાવ ઊતરતું નથી. તેવા તાવમાં જ્યાં સુધી આમ પચે નહિ ત્યાં સુધી ચિકિત્સકે રેગીને લંઘન, પાચન અને ધન દ્રવ્યને ઉપયોગ કરી, રોગની સારવાર કરવી જોઈએ, પણ જે રોગીની અથવા રેગીના પરિચારકની ઉતાવળને લીધે, અથવા પિતાની હોશિયારી બતાવવાની ઊલટને લીધે, એ તાવને કાઢવા માટે કઈ ઔષધિ આપે, તે તાવ કાઢવાની વાત તે દૂર રહી, પણ હાથપગ ઠંડા થઈ, તાવ મગજ ઉપર જઈ, રોગીને સન્નિપાત ઉત્પન્ન કરે છે, અથવા તેનું મરણ નિપજાવે છે. એટલા માટે ચિકિત્સકે સંતત, સતત કે અન્ય દુષ્ક તાવની જાત પારખીને ઉપચાર કરવા. જે રોગી અથવા પરિચારક ઉતાવળ કરે, તે તે રોગીને છોડી દે પણ તાવને કાઢવાનું ઓસડ તે આપવુંજ નહિ. માત્ર તેને પાચન ઔષધ અથવા ધન ઔષધ આપવું. ઘણા ચિકિત્સકોનું એમ માનવું છે કે, આવા સખત તાવમાં પણ જે તેને કેઈ પણ જાતને ખોરાક નહિ અપાય તે રેગીની શક્તિ ક્ષીણ થઈ જશે. એટલા માટે દૂધ અને બરફ, સાબૂાખાની કાંજી કે અખડબદામની કાંજી આપવાની ભલામણ કરે છે. પરંતુ એ કાંજી વગેરે કોઈ પણ જાતને ખોરાક, રોગીને કઠે નિરામ થયા સિવાય આપવામાં આવે તે તેથી ઉપર કહેલી મુદતે તાવ નહિ ઊતરતાં, જેમ જેમ ખોરાક અપાતો જાય, તેમ તેમ “આમ” બનતું જાય અને તાવ પોતાની મુદત લંબાવતે જાય છે. આથી તાવમાં શ્વાસ, મૂછ, અરુચિ, તરસ, ઊલટી, અતિસાર અથવા બંધાશ, મૂત્રધાત, હેડકી, ઉધરસ અને બળતરા એ ઉપદ્ર રોગના બળ પ્રમાણે વાયુ, પિત્ત અને કફના હીન, મિથ્યા અને અતિગ પ્રમાણે એક પછી એક દેખાતા જાય છે. આમ થવાથી રોગી તથા રોગીના પરિચારકે ગભરાય છે, એટલે વૈદ્ય મૂંઝાય છે. માટે રાગીને કઠે નિરામ થયા સિવાય કેઈ
For Private and Personal Use Only