________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષસિદ્ધાંત
ફરીથી આવે છે અથવા શ્વાસરોગ થાય છે, અને જે મૈથુન કરવામાં આવે તે તંભ અથવા મૂછ થાય છે અને વખતે મરણ પણ થાય છે. એટલા માટે તાવના રોગીએ જ્યાં સુધી બરાબર શક્તિ આવે નહિ, ત્યાં સુધી આહાર અને વિહારથી પધ્યમાં રહેવું કારણ કે મનુષ્ય માત્રમાં જે જે રોગ જોવામાં આવે છે અને જે જે રે જુદા જુદા નામથી ઓળખાય છે, તે તમામ રોગનું આદિકારણ તાવ છે. તે તાવનું સ્વરૂપ નહિ સમજાવાથી અથવા તાવની જાત જાણ્યા સિવાય વિરુદ્ધ ચિકિત્સા થવાથી, અથવા તાવ ગયા પછી અને શક્તિ આવતાં પહેલાં મિથ્યા આહારવિહારનું સેવન કરવાથી, શરીરમાં રહેલા ત્રણે દેશની પંદરે ઐફિસોમાં રહેલા દેશો પૈકી એક, બે અથવા ત્રણ દે કેપી, જુદે જુદે સ્થળે જુદી જુદી જાતની પીડા ઉત્પન્ન કરી, આખા શરીરને ઘેરી લે છે. નિદાનશાસ્ત્ર જાણનારા વિદ્યો એને જુદા જુદા રોગોને નામે ઓળખે છે; પણ જે ચિકિત્સક તાવની જાતને પારખી, તેના બળાબળનું તેલ કરી, યથાર્થ ચિકિત્સા કરે અને ચિકિત્સાના ચાર પાયા તથા એકેક પાયાની ચાર ચાર કળા, એટલે સોળે કળાની સંપૂર્ણ ચિકિત્સા થાય, તે તાવમાંથી બીજા રોગ ઉત્પન્ન થઈ શકતા નથી. પરંતુ વર્તમાનકાળમાં રોગી અને વૈદ્ય, ઔષધ અને પરિચારક એવા ચારે પાયાનું ઠેકાણું નથી, તે તેની સેળે કળાની સંપૂર્ણ ચિકિત્સા તે કયાંથી જ થાય? હાલ તે –
દોહરો ગુરુ લોભી ચેલા લાલચુ, દેને ખેલે દાવ;
દેને બૂડે બાપડે, ચઢ પથ્થરકે નાવ. એવી દશા રેગીઓ અને ચિકિત્સકે વચ્ચે ચાલી રહી છે.
दोषोऽल्पोऽहितसंभूतो ज्वरोत्सृष्टस्यवापुनः । धातुमन्यतमंप्राप्यकरोति विषमज्वरम् ।।
For Private and Personal Use Only