________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ-સિદ્ધાંત
૩૫ છે; પરંતુ એનાં લક્ષણે ઉપર ધ્યાન આપી તેનું બારીક નિરીક્ષણ કરી, તેની ચિકિત્સા કરવાની છે. માનસિક વિકારથી ઉત્પન્ન થયેલા જવરમાં માનસિક ઉપચાર કરવા જોઈએ. પરંતુ અભિઘાત નામના આગંતુક જવરમાં જે જે પ્રકારના અભિઘાતથી જે જે પ્રકારની પડા ઉત્પન્ન થયેલી હોય, તે તે પ્રકારની પીડાને દૂર કરવા માટેની યોજના કરવાનું કામ ચિકિત્સકને માથે રહેલું છે. તેની ચિકિત્સા નીચે પ્રમાણે કરવી જોઈએ. જે પડી જવાથી પગ અથવા હાથ મચકોડાયો હોય, તે તેને તેલ અને હળદર ચોળીને મસછે અને તે ઉપર આમલીનાં પાતરાં જરા મીઠું નાખી પાણીમાં બાફી પાટા બાંધવાથી, કળતર અને દુખાવો મટી જાય છે. આ પાટા દિવસમાં બે વાર બદલવા. જે હાડકું ભાંગ્યું હોય તે તેને રીતસર ચડાવવું અથવા સાંધવું અને તેના ઉપર વાગ્યાને ખરડ ચેપડ. એળિયે, બળ, ગૂગળ, શેરી લેબાન, ગુજજર, રેવંચીને શીરે, મેંદાલકડી, આંબાહળદર, સાજી, લેધર અને માયુસરસ સમભાગે લઈ, માયુસરને દૂર રાખી, બાકીનાં વસાણાં વાટી વસ્ત્રગાળ કરી તેમાંથી જોઈએ તેટલે ભૂકે લે. પછી પાણીમાં ખદખદાવી, પાણી ગરમ થાય તે વખતે માયુસરસ નાખી ફરી ઉકાળતાં માયુસરસ ઓગળી જાય એટલે નીચે ઉતારી ખમાય તેટલું ગરમ રાખી ભાંગેલા, અફળાયેલા કે સૂજેલા ભાગ પર પડી તેને પર રૂ વળગાડી જરૂર જણાય તે પાટે બાંધો. એથી ઘણે ફાયદે થાય છે. જો કેઈને મૂઢ માર પડ્યો હોય અને લેહી ઠરી ગયું હોય તે, ઘઉંના લોટને તેલનું મોણ દઈ, તે લેટને આઠમે ભાગે સાજી તથા આંબાહળદરનું ચૂર્ણ નાખી પાણીમાં મેળવી, કઢી જેવું પાતળું કરી, ખદખદાવી ચોપડવા જેટલું ઘાટું થાય એટલે ખમાય તેટલું ગરમ ચોપડવાથી લેહી છૂટું પડી ફરતું થાય છે. જે ઊંચેથી પડવાથી કેઈનું આખું શરીર કચડાઈ ગયું હોય, તે
For Private and Personal Use Only