________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો તેને નાળિયેરીના લીલા તરપ લાવી તેને એમ ને એમ છૂંદી, છાલને નિચોવી તેનું પાણી પાવાથી પછડાયલા માણસને ઘણે ફાયદે થાય છે. અથવા બે રૂપિયાભાર ઘી લઈ, તેમાં બે ભિલામાના આઠ કટકા નાખી બળી જતાં સુધી તળવા અને પછી તે કટકાને કાઢી નાખી તે ઘીમાં ઘઉનો લેટ સાંતળી, ગોળનું પાણી રેડી શીરો બનાવી ત્રણ અથવા સાત દિવસ ખવડાવવામાં આવે, તો તે પછાડ ખાધેલા રોગીને તદ્દન આરામ થાય છે. ઉપર વાગ્યા પર લગાડવાને જે ખરડ લખવામાં આવ્યું છે, તેમાં લખેલાં તમામ વસાણાં વાટી વસ્ત્રગાળ કરી જુદાં રાખવાં, અને માયુસરને દારૂમાં મૂકી ધીમે તાપે પિગળાવ જેથી તે પીગળીને લોચા જે થશે. પછી તેમાં પેલાં વસાણને ભૂકે મેળવીને ઘટતો દારૂ ઉમેરીને ભરી રાખો. જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી જોઈએ તેટલે (જે તે સુકાઈ ગયે હોય તે તેમાં બીજે દારૂ ઉમેરી તડકે મૂકી નરમ કરે.) ખરડ લગાડી રૂ ચોટાડી એમ ને એમ રહેવા દેવાથી અથવા પાટો બાંધવાથી વાગેલા, ભાંગેલા, સૂજેલા, મચકડાયેલા અને અચકાયેલા ઉપર ભાગ ઘણી જ સારી અસર કરે છે. જે દેશી દારૂ ન મળે તે બ્રાન્ડી અથવા સ્પિરિટમાં તૈયાર કરો. એ કશું જ ન મળે તે ઉપર બતાવેલી રીત પ્રમાણે તે ખરડ પાણુંમાં અથવા બળદના મૂત્રમાં તૈયાર કરવાથી પણ ઘણેજ સારે ફાયદે કરે છે.
ઉપર લખેલો આગંતુકવર હેચ અથવા આગળ લખેલા આઠ પ્રકારના વર પિકી કઈ પણ જાતને તાવ આવ્યો હોય, તે તાવ મટયા પછી જ્યાં સુધી શક્તિ આવે નહિ ત્યાં સુધી તાવના રેગીએ મૈથુન, કસરત કે, સ્નાન કરવું નહિ અને પગે ચાલીને ફરવું નહિ. જે સ્નાન કરે તે તાવ ફરીથી આવે છે. જે ચાલે. તે પ્રમેહ થાય છે. જે કસરત કરવામાં આવે તે હાંફવાળે તાવ
For Private and Personal Use Only