________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
કર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
તાવને દેષ અલ્પ રહી ગયેલ હોય અને રોગી અહિતનું સેવન કરે, તે તે તાવ બીજી ધાતુમાં પ્રવેશ કરીને ફરીથી તાવના રૂપમાં દેખાય છે, તે તાવને પંડિતએ “વિષમજ્વર એવું નામ આપ્યું છે. એ વિષમજવરને સંતત, સતત, અન્ય દુષ્ક, તૃતીયક અને ચતુર્થક એ પ્રકારે પાંચ પ્રકારના વિષમજવર કહેલા છે. જે વિદેષજન્ય તાવ આવેલ હોય અને તેને અલ્પષ રહ્યો હોય, તેમાં કુપથ્યનું સેવન કરે તે રસધાતુમાંથી તાવ વધીને રક્તધાતુમાં પ્રવેશ કરે છે. જેમાં એવી ક્રિયા થાય છે કે, ત્રિદોષના તાવને લીધે સમાનવાયુ, કલેદન કફ અને પાચકપિત્ત નિર્બળ થયેલાં હાય. આથી શરીરમાં રસધાતુને ક્ષય થયેલે હાય, એટલે ચામડીમાં રહેલા બ્રાજકપિત્તને કાબૂમાં રાખવાને વ્યાનવાયુ તથા સંશ્લેપણ કફ અશક્ત થવાથી, બ્રાજકપિત્ત લેહીંમાં મળી જાય છે. લેહીમાં મળ્યા પછી લેહીમાં રહેલું રજકપિત્ત અને હૃદયમાં રહેલું સાધકપિત્ત ભ્રાજકપિત્તમાં મળવાથી અહોરાત્ર તાવ ચડેલે રહે છે. આથી ચોવીસ કલાક સુધી અથવા બાર કલાક સુધી એકસરખે તાવ રહે છે, તેને સંતતજ્વર કે સતતવર કહેવામાં આવે છે. એવા સતતજવરમાં પાચકપિત્ત બળવાન થાય, પરંતુ સમાન વાયુ ઘટી જાય અને કલેદન કફ સુકાઈ જાય, જેથી રોગીને ભૂખ લાગે પણ ખાધેલું પચે નહિ. તેથી સમાનવાયુ નિર્બળ થવાને લીધે તેના ભાગ પાડી શકે નહિ, એટલે ખાધેલા પદાર્થને રસ નહિ બનતાં આમ બની જાય છે અને તે આમને પચાવવા માટે જે મહેનત પડે છે, તેથી માંસમાં રહેલ સમાનવાયુ તથા કલેદન કફ સુકાઈ જવાથી, સાધકપિત્ત વધી જઈબ્રાજકપિત્ત સાથે મળી, સંતત, સતત કે અન્ય દુક નામને તાવ ઉત્પન્ન કરે છે. આ તાવ સાત દિવસ, દસ દિવસ અથવા બાર દિવસ સુધી રાત્રી અને દિવસ એકસરખે રહે છે, અને તેથી પણ ત્રણે દેષ ન પચે તે અઢાર,
For Private and Personal Use Only