________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
શ્રીઓયુર્વેદ નિબંધમાળ-ભાગ ૨ જે
વવાથી વધેલા દે પાચન થાય છે અને પાચકપિત્ત પ્રબળ થાય છે, જેથી બીજા દેશે સુધરી રેગી બચી જાય છે. પરંતુ વર્તમાનકાળમાં આયુર્વેદના અભ્યાસીઓનું પણ ત્રિદોષ-સિદ્ધાંત ઉપરથી અને મળ તથા દેએ આમનું રૂપ પકડેલું છે તેને નિરામ કરવાને માટેનું લક્ષ ઓછું હોવાથી, તેમજ ખોરાક વિના રોગીનું બળ ઘટી જશે એવી માન્યતા વધતી જવાથી, ઘણા રોગીઓ સંપૂર્ણ સારવાર છતાં મરણને શરણ થાય છે. એટલા માટે જ્યાં સુધી રોગી પૂરેપૂરે ભાનમાં આવે નહિ અથવા ભાનમાં આવ્યા પછી, જીભમાં સ્વાદ ઉત્પન્ન થાય નહિ, અથવા રેગી પતે “મને બહુ ભૂખ લાગી છે” એવું કહે નહિ, ત્યાં સુધી તેને ખોરાક આપે નહિ. કદાચ ખોરાક આપવાને સમય આવે, તે પણ તેને પિયા (ચેખાનું ઓસામણ, સિંધવ અને મારી નાખેલું) આપવી, પેયા પચ્યા પછી ચવાગુ (મગ એક રૂપિયા ભાર લઈ એક શેર પાણીમાં ઉકાળી, ચાર તેલા પાણી બાકી રહે ત્યારે તેમાં સુંઠ અને સિંધવનું ચૂર્ણ નાખી, થડે સ્વાદ આવે એટલું આમળાનું ચૂર્ણ મેળવી) પાવી. ચવાણું પચી ગયા પછી તેને વિલેપી (એક રૂપિયાભાર ચેખાની કણકી એક શેર પાણીમાં ઉકાળી, સૂંઠ, સિંધવ અને જીરાનું ચૂર્ણ નાખી ચાર તેલા રહે અથવા ચટાય એવું થાય તે) આપવી. વિલેપી પચ્યા પછી તેને મેળે ભાત અને મેળી છાશની કઢી, સાથે જરૂર જણાય તે બાફેલા મગ, સૂંઠ અને સિંધવ નાખી આપવા. પણ સન્નિપાતના રેગીને દૂધ, ઘી અને તેલ તે કદાપિ આપવાં નહિ, દૂધ, તેલ અને ઘી સન્નિપાતની મર્યાદા જે છેલલામાં છેલ્લી ચોવીશ દિવસની છે, ત્યાં સુધી બંધ રાખવાં. પણ જે તે મુદત દરમિયાનમાં ઘી, દૂધ અને તેલ આપવામાં આવે, તે ફરીથી ગયેલે તાવ વિષમજ્વરનું રૂપ ધારણ કરીને આવશે અને તે પછી રેગી ભલે ઘણાં વર્ષ જીવશે,
For Private and Personal Use Only