________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પડી સુકાઈ જાય તે “નિહલક, બહેરા, મૂંગો કે આંધળો બની જાય તે “અભિન્યાસને માત્ર આંખે બગડી જાય તે “ભનેત્ર એ પ્રમાણે જે જે દેશને જે જે ઉપદ્રવ વધારે દેખાય, તે તે ઉપરથી તેનાં નામ પાડેલાં છે. સન્નિપાતના જેટલા ભેદ પાડી શકીએ તેટલા ઓછા છે; પરંતુ તે બધામાં વિદેષને હીનયોગ, અતિયોગ અને મિથ્યાગ થવાથી એ કેક દેષની પાંચ પાંચ ઓફિસમાં રહેતા બીજા ચૌદ ચૌદ હીન, મિથ્યા અને અતિગ પામેલા દે હોવાથી, અંતઃકરણની સાથે સંબંધ છેડી દે છે અને તે પંદરે ઓફિસોની ઉપર મનની સત્તા ચાલી નહિ શકવાથી દશે ઈન્દ્રિચોના પ્રદેશમાં બળવે થાય છે, તેને સન્નિપાત એવું નામ આપવામાં આવ્યું છે. બાકી જે જે કામમાં માણસ પ્રવૃત્ત થાય છે અને બીજા આસપાસના વિચારેનું ભાન ભૂલી જાય છે, તેને પણ સરિપાત કહેવાય છે. જેમ માતાને પુત્ર રમાડતાં, પુરુષને સેવન કરતાં, બે પાડોશીને પરસ્પરમાં લડતાં, દારૂ પીને રસ્તામાં પડતાં, આવેશમાં આવી કૂવામાં કે અગ્નિમાં ઝંપાપાત કરતાં, અર્થાત્ એકંદરે ભય, લજજા, આમન્યા અને સારાસારનું ભાન ભૂલી જવાય તેવા બધા વિકારે મનના દાબ વિના અને અંતઃકરણની સત્તા વિના ઉત્પન્ન થાય છે, તેથી એ સઘળા દેશે સન્નિપાતમાં ગણાય છે. પરંતુ એ દેશે બીજા એવાજ દેથી દબાઈ જતા હેવાથી તેનાથી કંઈ ભય પામતું નથી. જે માણસ બુદ્ધિપૂર્વક વિચાર કરે, તે આખી દુનિયાને એક જાતને સન્નિપાત થયેલ છે એમ જણાય. આપણે જેટલી જાતના વિચાર કરીએ છીએ તેટલી જાતના વિચારો જે અંતઃકરણમાંથી ગાળીને ન બેલતા હોઈએ, પણ જેટલા વિચાર મનમાં થાય છે તેટલા બધા તેમને તેમને બેલીએ તે આપણે ગાંડપણ અથવા સન્નિપાતના રેગી ગણાઈએ. માત્ર આપણા દશે પ્રદેશમાં મનની સત્તા રહેલી છે, તેથી આપણને
For Private and Personal Use Only