________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષસિદ્ધાંત
-
શીત મટી જઈ ગરમા ન આવે તે તે દદીને જીવવાની આશા નથી. એથી ઊલટું જે “સનતુ જવ૨' હોય અને ઊતરતેજ ન હોય, તેને બબ્બે ગેળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ઘસીને પાવાથી, તાવ ઊતરી શરીર ઠંડું પડે છે. જે પેટમાં દુખતું હેય, પેટ ચડતું હોય, હાંફ ચાલતી હોય અને છાતીમાં કફ બેલતે હેય, તે બબ્બે ગોળી પાણીમાં ઘસીને આપવાથી દરદને મટાડે છે.
સુતરાજ રસ–શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ અને ફુલાવેલે ટંકણખાર સરખે ભાગે લઈ, તેના સમગ્ર વજન જેટલાં ધંતૂરાનાં છાશમાં બાફીને સૂકવેલાં બીજ લઈ તેને બારીક વાટી, એક દિવસ ખરલ કરી, પછી એ વસાણાનું વજન જેટલું થયું હોય, તેને એથે ભાગે ધંતૂરાનાં બીજ તથા વછનાગ લઈ તેને ઉકાળો કરી, એ ઉકાળાના ત્રણ પુટ આપવા. તે પછી સૂંઠ, મરી ને પીપર એ વસાણાં ચોથે ભાગે લઈ તેને ઉકાળે કરી, તે ઉકાળાના પાંચ પુટ આપવા. ત્યાર પછી તેની અડદ જેવડીળી . એ વાળવી એટલે મૃતપ્રાણદાયી સુતરાજ રસ તૈયાર થયે. એ રસ કફવરમાં અને તેમાંય ખાસ કરીને સળેખમનું જોર વધારે હેય અને રેગીને શરદી બહુ લાગતી હોય તે વખતમાં, બબ્બે ગેળી પાણી સાથે આપવાથી ઘણે ફાયદો કરે છે.
સ્વચ્છેદભૈરવ રસ–શુદ્ધ પારે પાંચ ભાગ, શુદ્ધ ગંધક પાંચ ભાગ, શુદ્ધ વછનાગ પાંચ ભાગ, જાયફળ બે ભાગ, પીપર દશ ભાગ, એ સર્વેને ઝીણા વાટી આદાના રસમાં ઘૂટી મરી જેવડી ગોળીઓ કરવી. એ ગોળીમાંથી અનેક અથવા બબ્બે આ પવાથી ત્રિદોષમાં, કફ જવરમાં અને જેમાં છાતી કફથી ભરાઈ ગઈ હેય તે તાવમાં મોટાં તથા નાનાં માણસને ઘણે ફાયદો કરે છે.
કલપતરુ રસ:-શુદ્ધ પારો એક ભાગ, શુદ્ધ ગંધક એક
For Private and Personal Use Only