________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મગ
-
ત્રિદોષ-સિદ્ધાંત માલ મંગાવવાને તથા પિતાને માલ બીજે ઠેકાણે મેકલવાને ઉતાવળિયા થાય છે, જેથી તે તે ઓફિસમાં અતિગ થાય છે. અને પંદરે ઓફિસમાં કામ કરતે મનરૂપી દલાલ પૂરી દેખરેખ રાખવામાં આળસુ નીવડવાથી, એક ઠેકાણે પહોંચાડવાને માલ બીજે ઠેકાણે પહોંચી જાય છે. તેથી તે ઠેકાણે દોષને મિથ્યાગ થાય છે. એટલે દશે ઇંદ્રિયરૂપી દેશમાં ખળભળાટ ઉત્પન્ન થાય છે, તેને આપણે ત્રિદોષ અથવા સન્નિપાત કહીએ છીએ. તે એવી રીતે કે, પકવાશયમાં રહેલે સમાનવાયુ, પાચકપિત્તને ચકૃતમાં રંજકપિત્તની પાસે ઓછો મેકલે, તે રંજકપિત્તમાંથી પાનવાયુ હૃદયમાં તેને જોરથી ખેંચી લે, જેથી સાધકપિત્તમાં વધારો થઈ અવલંબન કફ પાતળું પડી જાય; એટલે ફેફસાંમાં જે ઉત્પન્ન થાય, જેને આપણે શુળ (હૂક) કહીએ છીએ. તે વધેલા સાધકપિત્તને વ્યાનવાયુ ચામડીમાં ખેંચી જવાથી ભ્રાજકપિત્તમાં વધારો થાય એટલે શરીર તપે છે, તેને આપણે તાવ કહીએ છીએ. તેવી રીતે હદયમાં રહેલે અવલંબન કફ પાતળા થવાથી પાનવાયુ તેને સૂકવી નાખે છે. તેથી ફેફસાં અને હૃદયની ક્રિયામાં (સાંધામાં) સંલેષણ કફ એ છે મળવાથી ખાંસી ઉત્પન્ન થાય છે. એટલે એ રેગીને ત્રિદેષ થયે છે, એમ કહેવામાં આવે છે. જ્યાંસુધી એ ત્રિદેષના ઉપદ્રવે નહિ દેખાતાં માત્ર હૂક, ઠેસ અને તાવ એક સાથે હેય ત્યાં સુધી તે વિદેષ કહેવાય છે. અર્થાત્ વાયુ, પિત્ત અને કફની મુખ્ય ઐફિસમાં ગડબડ થાય તેને ત્રિદોષ કહેવાય, પણ વાયુ, પિત્ત અને કફની પંદરે ઓફિસ અને તે સાથે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની ઓફિસ કે જે, ત્રિદોષની પંદર ઓફિસ અને ઇન્દ્રિયોના દશ પ્રદેશ ઉપર સત્તા ચલાવે છે, તેની સત્તાને જ્યારે અનાદાર થાય, ત્યારે સન્નિપાત થયે છે, એમ કહી શકાય. તે સન્નિપાતમાં વાયુ, પિત્ત અને કફની ધાતુઓ અંતઃકરણની
For Private and Personal Use Only