________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઘણે દારૂ, ઘણે તાપ, ઘણું કામ અને ઘણું ક્રોધનું સેવન કરે; જે માણસ ઘણું લૂખા, ઘણું ભારે, ઘણે માંસાહાર અને શીત પદાર્થનું સેવન કરે, જે માણસ ઘણે શેક, ઘણી કસરત, ઘણું ચિંતા અને ઘણે સ્ત્રીપ્રસંગ રાખે; તે તેવા માણસને વાયુ, પિત્ત અને કફ કેપીને ચિત્ર, વૈશાખ, શ્રાવણ ભાદર, આસે અને કાર્તક માસમાં ઘણું કરીને સન્નિપાતને રેગ ઉત્પન્ન થાય છે. નિદાન શાસ્ત્રકારે સન્નિપાત અને મેતમાં કાંઈ ફેર ગણે નથી. એટલે જેને સન્નિપાત થયે તેને કાળ આવી ચૂકી છે, અને તેમાં થી જીવે છે તેનું મોટું ભાગ્ય માનેલું છે. પરંતુ ઘણે લાંબે વિચાર કરતાં અને નિદાનશાસ્ત્રનું અવલોકન કરતાં સમજાય છે કે, વાયુ, પિત્ત અને કફ એ ત્રણને ત્રણ દોષ કહેલા છે, તેમ એ ત્રણને ત્રણ ધાતુઓ પણ કહેલી છે. હવે જ્યારે એ ત્રણ દોષરૂપે કેપે છે, તે તે સન્નિપાતનો રાગી સાર થાય છે, પણ જે ત્રણ ધાતુરૂપે કોપે તે તે રોગી મરી જાય છે. એટલા માટે વિદેષજવર (ત્રિપાત) ધાતુપાક છે કે મળપાક (દેષ) છે, તે નકકી કરવું એ ચિકિત્સકનું કામ છે. આ ઠેકાણે ત્રિદેષ-સિદ્ધાંત પ્રમાણે, ત્રિદોષજવરમાં આગળ કહેલી પંદર ઓફિસમાં ક્યાં કયાં હીનાગ, અતિગ, કે મિથ્યાગ થાય છે અને તેથી મનુષ્યના શરીરમાં કેવા કેવા ઉપદ્રવ જણાય છે, તેને વિચાર કરવાની આવશ્યકતા છે.
મળાશયમાં રહેલે અપાનવાયુ, પક્વાશયમાં રહેલા સમાનવાયુએ પાડેલા ભાગ પછીને મળ બહાર ખેંચવામાં આળસુ થાય છે, તેથી પક્વાશયમાં રહેલું પાચકપિત્ત, ખેરાકને પચાવવામાં આળસુ થાય છે. અને આમાશયમાં રહેલે કહેદન કફ બીજી કફની ઓફિસમાં કફ મોકલવાનું કામ કરતાં આળસુ થાય છે. એટલે એ ત્રણે દોષની ઓફિસમાં, આળસને લીધે હીનયોગ થવાથી, ત્રણે ઓફિસને લાગતી બીજી બારે ઓફિસમાં રહેલા અધિકારીઓ,
For Private and Personal Use Only