________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પણ મિથ્યાગ થયો હોય તે, તે ઈદ્રિયે પિતાને નહિ કરવાનું કામ કરવાનો પ્રયત્નવાન થાય છે. એટલા માટે આ લક્ષણે વાળા સત્રિપાતને “ત્રિદોષ સન્નિપાત’ કહીને પંડિતોએ તેનું “ફટપાલક” એવું નામ આપ્યું છે.
ઉપર પ્રમાણે પ્રથમથક તંદ્રજ અને સંઘાતક (ત્રિદોષ)નાં લક્ષણે કહેવામાં આવ્યાં. પરંતુ વિદેષમાં હીનયોગ, સમગ અને અતિગ એટલે પ્રવૃદ્ધ વાત, મધ્ય પિત્ત, હીન કફ, એ રીતે જુદા જુદા ઉવણેથી જે સન્નિપાતે થાય છે, તેનાં લક્ષણે કહીએ છીએ. આ સ્થળે કઈ શંકા કરે કે, વૃદ્ધિ પામેલ વાયુ જવરને ઉત્પન્ન કરશે, પણ પિત્ત મધ્ય એટલે સમાન ભાવે રહેલું તાવને શી રીતે ઉત્પન્ન કરશે? કારણ કે જે ધાતુ મળને-દોષોને, સમ સ્થિતિમાં રાખે છે, અથવા જે ધાતુ સમસ્થિતિમાં હોય છે, તે બળ તથા પુષ્ટિને આપે છે. એવી શંકા કરનારને જણાવવાનું કે, સન્નિપાતમાં પિત્ત મધ્ય સ્થિતિમાં રહેવા છતાં પણ અસલ સ્થિતિમાં રહેતું નથી, પણ વાયુ તથા કફના બગડવાથી કાંઈક ઓછું બગડે છે, એમ સમજવાનું છે. એટલા માટે જ્યાં જ્યાં સમદેષ કહેવામાં આવે, ત્યાં ત્યાં ડું થોડું બગડેલું છે એમ સમજવું. - ૮, પ્રવૃદ્ધવાત, મધ્યપિત્ત, હીનકફ એટલે અપાનવાયુ ને અતિગ અને અવલંબન કફને હીનાગ થવાથી આગળ કહેવા પ્રમાણે વ્યથા, કમ્પ, નિદ્રાને નાશ અને કબજિયાત સંબંધી રોગો થાય છે અને કફને હીનાગ થવાથી ભારેપણું, અગ્નિની મંદતા, ઉધરસ અને નાકમાંથી તથા મેમાંથી પાણીનું ઝરવું વગેરે કફ સંબંધી પીડા થાય છે. જો કે પિત્ત મધ્યમ પ્રકારે બગડેલું છે, તે પણ દાહ, તૃષા, ઊનાપણું અને પસીને આદિ ઉદ્રપ થાય છે. પરંતુ ખાસ ઉપદ્રવતે આલોચક પિત્તમાં ઉદાનવાયુ વધવાથી લવાર, મોહ, કપ, મૂછ અને ભ્રમ થાય છે. તેવી રીતે કફની,
For Private and Personal Use Only